IDAR/ લાઈફલાઈન હોસ્પિટલને દિન 7માં પ્લાન વિરુદ્ધનું બંધકામ દૂર કરવા ફાટકરી નોટિસ

ઈડરની લાઈફલાઈન હોસ્પિટલ છેલ્લા કેટલાય સમયથી બાંધકામ બાબતે વિવાદમાં સપડાયેલી છે ત્યારે ઇડર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી હોસ્પિટલના ગેરકાયદે બાંધકામ અંગે કોઈપણ

Gujarat Others
WhatsApp Image 2020 12 30 at 12.36.35 PM લાઈફલાઈન હોસ્પિટલને દિન 7માં પ્લાન વિરુદ્ધનું બંધકામ દૂર કરવા ફાટકરી નોટિસ

 @જય સુરતી, મંતવ્ય ન્યૂઝ – સાબરકાંઠા….

ઈડરની લાઈફલાઈન હોસ્પિટલ છેલ્લા કેટલાય સમયથી બાંધકામ બાબતે વિવાદમાં સપડાયેલી છે ત્યારે ઇડર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી હોસ્પિટલના ગેરકાયદે બાંધકામ અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હતી પરંતુ સાબરકાંઠા જિલ્લા કલેકટરે સમગ્ર મામલાની તાપસ કરી હોસ્પિટલના ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવહી કરવાના આદેશ આપતા ઇડર પાલિકા દોડતી થઈ. સમગ્ર પ્રકરણ એવું છે કે તા.23/12/2013 ના દિવસે ચૌહાણ લાલસિંહ હિમતસિંહ દ્વારા રહેણાંકના હેતુમટે બાંધકામની માગણી ઇડર નગરપાલિકા પાસે કરવામાં આવી હતી.

પરતનું ઇડર નગરપાલિકા દ્વારા બીજાજ દિવસે એટલેકે તા. 24/12/2013 ના રોજ વાણિજ્ય હેતુમાટે બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી જેમાં નગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર,ફાસ્ટ ફ્લોર,સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોરની જ મંજૂરી આપી હતી રાજા ચિઠ્ઠી માં નગરપાલિકા દ્વારા બેસમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો તેમ છતાં ઇડર પાલિકાના જેતે વખતના ટાઉનપ્લાનિંગ ચેરમેન અને ચીફ ઓફિસર દ્વારા બેસમેન્ટ સાથેનો લેઆઉટ પ્લાન મંજુર કરી દેવાયો હતો જેમાં બેસમેન્ટમાં પાર્કિંગ દર્શાવેલ હતું.

WhatsApp Image 2020 12 30 at 12.36.34 PM લાઈફલાઈન હોસ્પિટલને દિન 7માં પ્લાન વિરુદ્ધનું બંધકામ દૂર કરવા ફાટકરી નોટિસ

આ સમગ્ર પ્રકરણની નવ મહિના અગાઉ તંત્રની સંયુક્ત ટીમ ધ્વારા સ્થળ તપાસ કરી ઇડર પ્રાંત કલેકટરને અહેવાલ રાજુ કરવામાં આવ્યો હતો અને અહેવાલમાં હોસ્પિટલદ્વારા કેટલું અને કાયા પ્રકારનું બાંધકામ ખોટું કરવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ ઇડર પ્રાંત કલેકટર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય ન કરતા સમગ્ર પ્રકરણ તા.30/4/2020 ના દિવસે જિલ્લા કલેક્ટરને મોકલી દેવાયું ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર પ્રકરણ ની ઊંડાણ પૂર્વક તાપસ કરી ઇડર પ્રાંત કલેકટર અને ઇડર નગર પાલિકા ચીફ ઓફિસર ને હોસ્પિટલના ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવાનું જણાવ્યુ અને વધુમાં અરજદારે રહેણાંકના હેતુ માટે મંજૂરી માંગી હોવા છતાં નગરપાલિકાએ કાયા કારણો સર અરજદારને વાણિજ્ય હેતુ માટે મંજૂરી આપી તેનો અહેવાલ રાજુ કરવા જણાવ્યું ત્યારે તા-૨૯/૧૨/૨૦૨૦ ના દિવસે ઇડર નગરપાલિકા ધ્વારા હોસ્પીટલના સંચાલકોને દિન ૭ માં પ્લાન વિરુદ્ધ નું બાંધકામ દુર કરવા નોટીસ આપવામાં આવી છે.

નગરપાલિકાએ મંજુર કરેલ હોસ્પીટલના પ્લાનમાં બેસમેન્ટમાં પાર્કિંગ દર્શાવવામાં આવ્યું છે ત્યારે હાલ સ્થળ પર જોતા બેસમેન્ટ માં સીટીસ્કેન,એક્ષ્રરે, કેન્ટીન જેવા નફાકારક એકમો ઉભા કરી દેવામાં આવ્યા છે.ચોકાવનારી વાતતો એ છેકે ઇડર નગરપાલિકા ધ્વારા હોસ્પીટલના બેસમેન્ટમાં કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ સામે આંખ આડા કાન કરી ગેરકાયદેસર બાંધકામની આકારણી કરી મિલકત વેરો વસુલવામાં આવી રહ્યો છે પરંતુ ઇડર નગરપાલિકાને સાબરકાંઠા કલેકટર દ્વારા હોસ્પિટલના ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવાનું જણાવતા કાર્યવાહીના ભાગ રૂપે નગરપાલિકાએ હોસ્પિટલના સંચાલકોને નોટિસ ફટકારી અને કલેકટરને અહેવાલમાં જણાવ્યું કે અરજદાર દ્વારા અરજીમાં સરતચુકથી રહેણાંક હેતુમાટે લખાયું છે તેમ જણાવાયું આ અહેવાલ બાબતે જિલ્લા કલેકટર દ્વારા શુનિર્ણય કરવામાં આવશે હવે આગળ જોવ રહ્યું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…