Not Set/ અમદાવાદ/ ખાનગી હોસ્પિટલ નહિ ખોલતાં લાઇસન્સ રદ કરવાની ચેતવણી

અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. શહેરમાં સતત કોરોના ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી 48 કલાકોમાં તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ક્લિનિક ફરીથી ખોલવામાં આવે અને આદેશનું પાલન નહી થતાં તેમના લાઇસન્સ રદ કરવામાં આવશે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના  એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત 25 માર્ચના રોજ લોકડાઉન લાગૂ […]

Gujarat Rajkot
4c6c2ea5eaff5c29eb8e023f6e2ca6da અમદાવાદ/ ખાનગી હોસ્પિટલ નહિ ખોલતાં લાઇસન્સ રદ કરવાની ચેતવણી

અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. શહેરમાં સતત કોરોના ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી 48 કલાકોમાં તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ક્લિનિક ફરીથી ખોલવામાં આવે અને આદેશનું પાલન નહી થતાં તેમના લાઇસન્સ રદ કરવામાં આવશે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના  એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત 25 માર્ચના રોજ લોકડાઉન લાગૂ થયા બાદ જ શહેરના મોટાભાગના ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક બંધ છે.

ખાનગી ક્લિનિક, નર્સિંગ હોમ, હોસ્પિટલોને 48 કલાકની અંદર ખોલવા માટે નોટીસ જાહેર કરવામાં આવશે અને તેનું પાલન નહી કરતાં તેમનું લાઇસન્સ રદ કરી દેવામાં આવશે. રાજીવ ગુપ્તાએ એક નિવેદનમાં કહ્યું કે ક્લિનિક નહી ખોલનાર ડોક્ટરોને કોવિડ સારવાર કેન્દ્ર અથવા હોમ કોરોન્ટાઇનમાં રહેતા રોગીઓની દેખભાળ માટે કહેવામાં આવશે.

વધુમાં મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ કહ્યું કે સંક્રમણના વધતા જતાં કેસ જોતાં એએમસીના દરેક ઝોનમા6 50 એસી રૂમની ક્ષમતાવાળા થ્રી સ્ટાર સહિત નીચલી સ્તરની હોટલોને કોવિડ સારવાર કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.