Not Set/ હવે નીકળજો  હેલ્મેટ પહેરીને, ગુજરાત સરકારનો હેલમેટ મુદ્દે યુ ટર્ન,સરકારે HCમાં કહ્યું ફરજિયાત છે

ગુજરાત હાઇકોર્ટમાં સરકારની દલીલ હેલમેટ મુદ્દે કોઇ પરિપત્ર જાહેર કર્યો જ નથી પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત:સરકાર કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા કર્યો આદેશ ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમને લઈને સરકાર વારે વારે પોતાના નિર્ણયમાં ફેર બદલ કરી રહીછે. ક્યારેક સરકાર હેલ્મેટનો કાયદાને ફરજીયાત કરે છે તો ક્યારેક મરજીયાત કરે છે. હવે તો જાહેર જનતા […]

Ahmedabad Gujarat
hc હવે નીકળજો  હેલ્મેટ પહેરીને, ગુજરાત સરકારનો હેલમેટ મુદ્દે યુ ટર્ન,સરકારે HCમાં કહ્યું ફરજિયાત છે
  • ગુજરાત હાઇકોર્ટમાં સરકારની દલીલ
  • હેલમેટ મુદ્દે કોઇ પરિપત્ર જાહેર કર્યો જ નથી
  • પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત:સરકાર
  • કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા કર્યો આદેશ

ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમને લઈને સરકાર વારે વારે પોતાના નિર્ણયમાં ફેર બદલ કરી રહીછે. ક્યારેક સરકાર હેલ્મેટનો કાયદાને ફરજીયાત કરે છે તો ક્યારેક મરજીયાત કરે છે. હવે તો જાહેર જનતા પણ હેલ્મેટ પહેરવું કે નાં પહેરવું તેને લઈને  અવઢવમાં છે.

પહેલા સરકારે હેલ્મેટના કાયદાને ફજીયાત બનાવ્યો હતો. અને ત્યારબાદ પોતાના મનસ્વી નિર્ણયથી અજ કાયદાને મરજીયાત બનાવ્યો હતો. તો આજે ફરી સરકારે પોતાના જ નિર્ણય પર યુ-ટર્ન માર્યો છે.  રાજ્ય સરકારે હાઈકોર્ટમાં હેલ્મેટ મરજિયાતનો કોઈ પરિપત્ર જાહેર જ ન કર્યો હોવાની વાત રજુ કરી છે.  અને ત્યારબાદ હાઈકોર્ટે એફિડેવિટ જમા કરાવવાનો આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે,  ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી. જેના જવાબમાં સરકારે સોગંદનામું રજૂ કરીને ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો.મહત્વનું છે કે ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટના રોડ સેફ્ટી કમિટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના અમલીકરણનો રિપોર્ટ પણ માંગવામાં આવેલો હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટપણે ઉલ્લેખ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.