Not Set/ બારડોલી/ ચાલકે સ્ટીયરીંગ પર થી કાબુ ગુમાવતા કાર કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાઈ

કેનાલ ના ધસમસતા પ્રવાહ માં કાર તણાઈ ચાલકે સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા થયો અકસ્માત કાર માં સવાર હતા પિતા ,પુત્ર અને પુત્રી હાલ બારડોલી અને સુરત ફાયર ઘટના સ્થળે કાર ની શોધખોળ હાથ ધરવામાં આવી સુરતના બારડોલીમાં કાર કેનાલમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કેનાલના ધસમસતા પ્રવાહમાં કાર […]

Gujarat Surat
dalsukh prajapati 2 બારડોલી/ ચાલકે સ્ટીયરીંગ પર થી કાબુ ગુમાવતા કાર કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાઈ
  • કેનાલ ના ધસમસતા પ્રવાહ માં કાર તણાઈ
  • ચાલકે સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા થયો અકસ્માત
  • કાર માં સવાર હતા પિતા ,પુત્ર અને પુત્રી
  • હાલ બારડોલી અને સુરત ફાયર ઘટના સ્થળે
  • કાર ની શોધખોળ હાથ ધરવામાં આવી

સુરતના બારડોલીમાં કાર કેનાલમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કેનાલના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી. આ કારમાં પિતા, પુત્ર અને પુત્રી સવાર હતા.  બારડોલી અને સુરત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, અને કારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર બારડોલીના ઉવા ગામની કેનાલમાં કાર ખાબકી હતી. કેનાલનાં પાણીમાંથી આ કારને બહાર કઢાતા ભાઇ અને બહેનનાં બે મૃતદેહો મળી આવ્યાં છે. જ્યારે પિતાની શોધખોળ ચાલી રહી છે. મહત્વનું છે કે, ધોરણ 12ની વિદ્યાર્થિની પોતાના ભાઇ અને પિતા સાથે પ્રેક્ટિકલ પરીક્ષા આપવા જઇ રહી હતી. તે સમયે સામેથી આવતા બાઇક ચાલકને બચાવવા જતા કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી.

બારડોલીનાં મઢીમાં શશીકાંતભાઈ ધનસુખભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. દીકરી ઉર્વી બારડોલીની જીએમ પટેલ વિદ્યાલયમાં ધોરણ-12માં અભ્યાસ કરતી હતી. જ્યારે દીકરો યશ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. આજે ઉર્વીની બોર્ડની પ્રેક્ટીકલની પરીક્ષા હોવાથી કાર લઈને નીકળ્યા હતા.

આ અકસ્માત નજરે જોનારાનાં જણાવ્યાં પ્રમાણે, કાર ડ્રાઈવરે સામેથી આવી રહેલા બાઈક ચાલકને બચાવવાનાં પ્રયત્નમાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર નહેરમાં ખાબકી હતી. કાર નહેરમાં ખાબક્યા બાદ પિતાએ બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેમનો પ્રયત્ન વ્યર્થ ગયો હતો અને તે પણ તણાયા હતા.

આ દુર્ઘટના બાદ સ્થાનિકો એકઠા થઇ ગયા હતાં અને તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી. બીજી તરફ તે લોકો આવે તે પહેલા કારને બહાર લાવવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.