વડોદરા/ ગાયે બાઈને મારી ઢીંક અને લોકોએ કહ્યું, ‘શહેરને ઢોરમુક્ત કરવામાં નિષ્ફળ છે મેયર’

સી.આર.પાટીલે વડોદરાનાં મેયર કેયુર રોકડીયાને જાહેર મંચ પરથી ટકોર કરતા કહ્યું હતું કે, તમે યુવાન છો એટલે તમને મેયર બનાવ્યા છે હવે તમે મીટીંગો કરવાનું બંધ કરો અને શહેરને પંદર દિવસમાં રખડતા ઢોર મુક્ત કરો.

Gujarat Others
વડોદરા

વડોદરા શહેરમાં નાગરીકોને ઘરની બહાર નીકળવું હોય તો પહેલાં પોતાનો મેડિકલ વીમો છે કે નહિ તે તપાસવું પડે છે અને જો મેડિકલ વીમો ના ઉતર્યા હોય અને શહેરનાં રાજમાર્ગો પર નીકળ્યા હોય તો હોસ્પિટલનાં મોટા ખર્ચ માટે તૈયાર રેહવું પડશે. કારણકે ગાય નો ત્રાસ વધી ગયો છે.

વડોદરા શહેરમાં પાલિકા તંત્રની બેદરકારીનાં કારણે શહેરમાં રખડતા ઢોર શહેરીજનો માટે આંતકવાદી બન્યા છે એક બાદ એક શહેરીજનો રખડતા ઢોરોનાં આતંકનો શિકાર બની રહ્યા છે અને રખડતા ઢોરોની અડફેટે આવેલ કેટલાક લોકો હોસ્પિટલનાં  બિછાને પહોંચ્યા છે તો કેટલાક લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે તો કેટલાક કિસ્સામાં તો લોકો પોતાનું અંગ ગુમાવી જીવનભર રિબાવાનો વારો આવ્યો છે.

વડોદરા

શહેરનાં કિશનવાડી વિસ્તારમાં આવેલ શક્તિચોકમાં રહેતા મધુબેન વિનોદભાઈ બારોને ઘરની બહાર નીકળવું ભારે પડ્યું હતું મધુબેનનો પુત્ર તેમના ઘર નજીક આવેલ શાળામાં અભ્યાસ કરે છે અને પુત્ર શાળાએ ગયો હોવાથી મધુબેન પુત્રને છૂટવાનો સમય થઈ ગયો હોવાથી પુત્રને લેવા માટે ઘરેથી ચાલતા નીકળી શાળાએ જતા હતાએ દરમિયાન પાલિકાની રખડતા ઢોર પાર્ટીની ગાડી રખડતા ઢોરોને પકડવા માટે નીકળી હતી પુરપાટ ઝડપે જતી ઢોર પાર્ટીની ગાડીની આગળ અને પાછળ પશુ પાલકો બાઈક પર પોતાની રખડતી ગાયો ઢોર પાર્ટીના હાથે ઝડપાઇ ના જાય તેની માટે દેકારા પાડી ગાયોને ભગાડી રહ્યાં હતાં. તેના કારણે એક ગાય ભડકી રોડ પર દોડી હતી અને પુત્રને શાળા એ લેવા જઈ રહેલા મધુબેન બારોટને ભડકેલી ગાયે શીંગડે ભેરવી હવામાં ફંગોળ્યા હતા રોડ પર પટકાયેલા મધુબેનને માથામાં ગંભીર ઈર્જાઓ પહોંચતા તેઓને સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જયાં તબીબોએ મધુબેન બારોટના માથાનાં ભાગે છ ટાંકા લેવાની ફરજ પડી હતી.

ઉલ્લખનીય છે કે વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા એક વર્ષ અગાઉ શહેરના આજવા રોડ ખાતે સરદાર ધામ ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વડોદરાનાં મેયર કેયુર રોકડીયાને જાહેર મંચ પરથી ટકોર કરતા કહ્યું હતું કે, તમે યુવાન છો એટલે તમને મેયર બનાવ્યા છે હવે તમે મીટીંગો કરવાનું બંધ કરો અને શહેરને પંદર દિવસમાં રખડતા ઢોર મુક્ત કરો જોકે વડોદરાનાં મેયર કેયુર રોકડીયા ગુજરાતીમાં કેહવત છે કે શેઠની શિખામણ ઝાંપા સુધી તે કહેવત સાર્થક કરી છે. સી.આર.પાટીલની ટકોર બાદ પણ એક વર્ષ જેવો સમય વીતી ગયો છતાં શહેરને રખડતા ઢોર મુકત કરવામાં નિષ્ફળ રહ્યા અને નાગરિકોને રખડતા ઢોરોનો આતંક સહન કરવાનો વારો આવ્યો છે.  થોડા જ સમય પેહલા વાઘોડિયા રોડ પર રહેતા અને એમ.એસ.યુનિવરસિટી માં ડિપ્લોમા અભ્યાસ કરતા વિધાર્થીને રખડતા ઢોરના કારણે એક આંખ ગુમાવાનો વારો આવ્યો હતો તેમ છતાંય શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ઘટ્યો નથી.

આ પણ વાંચો :ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ