Not Set/ PM મોદીના વતનમાં દર વર્ષે યોજાતો તાના-રીરી મહોત્સવ યોજાશે..?

મહાન ગાયિકા અને કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે કારતક સુદ નોમ ના દિવસે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે

Gujarat Others
modi 13 PM મોદીના વતનમાં દર વર્ષે યોજાતો તાના-રીરી મહોત્સવ યોજાશે..?

મહાન ગાયિકા અને કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે કારતક સુદ નોમ ના દિવસે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ હોવાથી આ મહોત્સવ થશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આ ઐતિહાસિક મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં યોજવામાં આવે છે.

ગયા વર્ષે 6ઠ્ઠી નવેમ્બરે આ મહોત્સવ યોજવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે 23મી નવેમ્બરે આ મહોત્સવ આવે છે, કેમ કે 23મીએ કારતક સુદ નોમ આવી રહી છે. રાજ્યના પ્રવાસન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે કોરોના સંક્રમણના કારણે આ વર્ષે આ મહોત્સવ રદ્દ થાય તેવી સંભાવના છે, જો કે આ મહોત્સવ યોજવો કે નહીં તે અંગે રાજ્ય સરકાર તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ અગાઉના મહિનાઓમાં કોઇપણ મહોત્સવ કે મેળા યોજવામાં આવ્યા નહીં હોવાથી અમને શંકા છે કે આ મહોત્સવ રદ્દ થઇ શકે છે.

Halloween Day / એક નહીં, બે વખત છે આ મહિને પૂનમ, “હંટર્સ મૂન”ની …

ધારી / ભાજપનો મોટો રાજકીય ખેલ, યુવક કોંગ્રેસના 200 જેટલા કાર્યકરોએ …

Election / #ચૂંટણ વિશ્લેષણ/ લાગી રહ્યું છે, પેટાચૂંટણી એટલે મુદ્દાએના બ…

ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં એવો નિર્દેશ આપ્યો હતો કે દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2021માં યોજાશે નહીં. કોરોના સંક્રમણનું કારણ આપતાં તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણના કેસો સામે આવી રહ્યાં છે ત્યારે આ ઇવેન્ટ કરવી હિતાવહ નથી. તેમણે રાજ્યના અન્ય મહોત્સવ પણ કેન્સલ કરી દીધા છે અને આગામી મહોત્સવ માટે પણ નિયંત્રણો લાદી દીધાં છે.