Not Set/ ‘ આ હતું અમદાવાદ ‘ બુક : અમદાવાદના બર્થડેના એક દિવસ પહેલા થયું લોન્ચ

અમદાવાદ આવતીકાલે અમદાવાદ શહેર ૬૦૭ વર્ષ પુરા કરીને ૬૦૮માં વર્ષમાં પ્રવેશ કરશે. ત્યારે અમદાવાદના અતિતને લઈને આજ સુધીની તમામ યાદોને સુવર્ણ અક્ષરે અંકિત કરેલી ‘ આ હતું અમદાવાદ ‘ પિક્ટોરિયલ કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બુકના લેખક  રીઝવાન કાદરીએ પોતાની બુક તથા અમદાવાદ વિશે ખાસ વાત કરી હતી. કાદરીએ જણાવ્યું હતું કે અમદાવામાં જે […]

Gujarat
IMG 20180225 150902029 1 ' આ હતું અમદાવાદ ' બુક : અમદાવાદના બર્થડેના એક દિવસ પહેલા થયું લોન્ચ

અમદાવાદ

આવતીકાલે અમદાવાદ શહેર ૬૦૭ વર્ષ પુરા કરીને ૬૦૮માં વર્ષમાં પ્રવેશ કરશે. ત્યારે અમદાવાદના અતિતને લઈને આજ સુધીની તમામ યાદોને સુવર્ણ અક્ષરે અંકિત કરેલી ‘ આ હતું અમદાવાદ ‘ પિક્ટોરિયલ કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બુકના લેખક  રીઝવાન કાદરીએ પોતાની બુક તથા અમદાવાદ વિશે ખાસ વાત કરી હતી. કાદરીએ જણાવ્યું હતું કે અમદાવામાં જે ત્રણ દરવાજા છે તેની ઉપર તો પહેલા છાપરું હતું જે અંગ્રેજીના પીડબ્લ્યુડી વોર્ડના અધિકારી દ્વારા તેને દૂર કરવામાં આવ્યું હતું.

oo ' આ હતું અમદાવાદ ' બુક : અમદાવાદના બર્થડેના એક દિવસ પહેલા થયું લોન્ચ

શહેરીકરણની દોટમાં કેટલું મેળવ્યું તેના કરતા કેટલું ગુમાવ્યું તે જાણવા માટે આ પુસ્તક વાંચવું ખુબ જરૂરી છે. ઉપરાંત વધુમાં કહ્યું હતું કે, ઝુલતા મિનારા પાસે જે મસ્જીદ છે. તે વીસમી સદીના બીજા દાયકામાં બનાવવામાં આવી છે. અમદાવાદમાં જે વાવ આવેલી છે, પરોપકારની વૃતિ ધરાવે છે. આ વાવની પહેલા કેવી રચના હતી અને હાલ કેવી છે, તે તમામ બાબતોને આ બુકમાં દર્શાવવામાં આવી છે.