રાજકરણમાં અનેકવાર એવા કિસ્સાઓ બનતા હોય છે, જેને જાણીને તમે ચોંકી જાવ છો, કારણ કે આ પ્રકારના કિસ્સાઓમાં રાજ્યના ટોચના વ્યક્તિની ગરિમા સાથે ખિલવાડ થતો હોય છે. આ જ પ્રકારની વધુ એક ઘટના રાજ્યમાંથી સામે આવી છે, જેમાં રાજ્યના CM સાથે જ કોઈ ચોંકાવનારી હરકત થઇ હોવાનું નજરે ચડ્યું છે.’
આ પણ વાંચો :રાજ્યમાં વધુ એક બાળક ત્યજી દેવાનો કિસ્સો, નડિયાદમાં અનાથશ્રમ બહાર મળ્યું નવજાત
આ પ્રકારની ચોંકાવનારી હરકત કચ્છ ભાજપ દ્વારા થઇ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. હકીકતમાં, આ કિસ્સામાં બન્યું એવું છે કે, જ્યાં CM ની તુલાવિધિ કરવામાં આવી હતી, જેમાં બોક્સ અપાયા હતા. પરંતુ આ બોક્સમાં અંદરથી કેળા નીકળ્યા હતા, જેનાથી અનેક સવાલો ઉભા થયા છે.
આ હરકત પછી હવે સવાલો ઉભા થયા છે, સીએમ સાથેના રાજ્યના ટોચના વ્યક્તિ સાથે દાવ કોને કર્યો અને આ પ્રકારની ગોઠવણ છેલ્લી ઘડીએ કરાઈ કે જાણી જોઈને હરકત કરવામાં આવી, કારણ કે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’થી તુલાવિધિ હતી, જેમાં બોક્સ અપાયા હતા, પરંતુ એમાંથી કેળા નીકળ્યા હતા.
આ પણ વાંચો :રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાના ૪૨ કેસ નોંધાયા
આ પ્રકારની હરકતથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે અને સવાલો ઉભા થયા છે કે, CM પદની ગરિમા સાથે ભુજ ભાજપ દ્વારા કોઈ મજાક કરવામાં આવી છે કે શું ? કે મુખ્યમંત્રીને નથી ગાંઠતા સંગઠનના લોકો? જો કે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ચર્ચાઓ શરુ થઇ છે કે, ‘દાદા’ની તુલાવિધિમાં આવું તે કંઈ થયું છે કે શું ?
આ પણ વાંચો :રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું
આ પણ વાંચો :પ્રાંત અધિકારી મયંક પટેલના મેટ્રોપોલિટીન કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા
આ પણ વાંચો :અભ્યાસ માત્ર 12 પાસ અને બન્યો તબીબ, 42 હજારના મુદ્દામાલ સાથે ‘મુન્નાભાઈ’ની ધરપકડ