Not Set/ રાજ્યમાં વધુ એક બાળક ત્યજી દેવાનો કિસ્સો, નડિયાદમાં અનાથશ્રમ બહાર મળ્યું નવજાત

નડિયાદમાં નવજાત બાળકને અનાથ આશ્રમમાં તરછોડી દેવાની ઘટના સામે આવ્યા બાદ આસપાસના લોકોમાં ચકચાર મચી ગયો છે.

Top Stories Gujarat Others
બાળક

બાળકો ત્યજી દેવાનો કિસ્સો ગુજરાતમાં રોજેરોજ બની રહ્યો છે. ગુજરાતના કોઈને કોઈ શહેરમાં માસુમોને તરછોડી દેવાય છે. ત્યારે આવામાં વધુ એક ઘટના નડિયાદથી સામે આવી છે. નડિયાદમાં માતૃછાયા અનાથ આશ્રમ પાસેથી બાળક મળી આવ્યું છે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના ટીંબા ગામે નરાધમે યુવતી પર બળાત્કાર બાદ વેલનાથ સમાજની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર

મળતી માહિતીઅનુસાર, અનાથ આશ્રમ પાસે કોઈ અજાણ્યો શખ્સ આ બાળકને મૂકીને ફરાર થઈ ગયું હતું. આ વાતની અનાથાશ્રમ સંચાલકોને જાણ થતાં માસુમ બાળકને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. બાળકની તબિયત હાલ નાજુક છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ બાળકની ઉંમર આશરે દોઢ માસની આસપાસ હોવાનું અનુમાન છે. ત્યારે આ મામલામાં નડિયાદ પોલીસે આ બાળક કોણ મૂકી ગયું અને માતા-પિતા કોણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ પશ્ચિમ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ના પીઆઇ બી.પી.પટેલ નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. માતૃછાયા અનાથ આશ્રમની બહાર બાળકને કોણ મૂકી ગયું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. અનાથ આશ્રમના સંચાલકો દ્વારા બાળ સુરક્ષા વિભાગને આ વિશે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો :દેશનાં ઇતિહાસમાં સૌથી મોટાડ્રગ્સ મુદ્દે પર્દાફાશ,હર્ષ સંઘવીએ ગુજ.પોલીસને આપ્યા અભિનંદન

આમ આવી રીતે બાળકને અનાથ આશ્રમમાં મુકી જવાને લઈને સવાલો ઉભા થયા છે, બાળકનું અપહણર બાદ બાળકને આશ્રમમાં ત્યજી દેવામાં આવ્યુ છે કે પછી અન્ય કોઈ કારણોસર બાળકને તરછોડી દેવામાં આવ્યું તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે રાજ્યમાં બાળક તરછોડવાની કિસ્સા વધી રહ્યા છે. આ અગાઉ અમદાવાદમાં 5 નવેમ્બરે એક નાનકડી બાળકી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મંદિર પાસે amts બસ સ્ટેન્ડ પરથી મળી આવી હતી, તે પહેલા પણ 14 ઓક્ટોબરે શ્રીનંદ સિટી પાસે જ્યારે 29 ઓક્ટોબરે અમરાઈવાડીમાં મહાલક્ષ્મી નગર પાસે બાળક મળી આવ્યું હતું. સમાજમાં માનવીય મૂલ્યોનું કેટલી હદે પતન થઈ ગયુ છે, તે બાળક ત્યજી દેવાની ઘટના પરથી જોઈ શકાય છે.

અગાઉ પણ ગાંધીનગરના પેથાપુરમાં બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી જેમાં ઘટનાનો પર્દાફાશ થતા બાળકની માતાની હત્યા બાદ બાળકને ત્યજી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, ત્યારે હવે નડિયાદમાં તરછોડાયેલા બાળક મામલે કેવા ખુલાસા સામે આવે છે તે જોવાનું રહ્યું ?

આ પણ વાંચો :પ્રાંત અધિકારી મયંક પટેલના મેટ્રોપોલિટીન કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા

આ પણ વાંચો : જલારામ જન્મજયંતિ ના વધામણા કરવા રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ..

આ પણ વાંચો :અભ્યાસ માત્ર 12 પાસ અને બન્યો તબીબ, 42 હજારના મુદ્દામાલ સાથે ‘મુન્નાભાઈ’ની ધરપકડ