ગાંધીનગર/ કોંગ્રેસ કાર્યકરોએ કર્યો રાહુલ ગાંધીનો સપોર્ટ : રાજ્યપાલને આવેદન આપી કરી વિવિધ માગ

રાજયપાલને 10 સભ્યો મળ્યા 3 પાનાનું આવેદનપત્ર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અન્ય કાર્યકરોને સર્કિટ હાઉસ ખાતે રોકવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Others
કોંગ્રેસ

નેશનલ હેરાલ્ડ પેપર સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ કેસમાં છેલ્લા ચાર ચાર દિવસથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં વિવિધ સ્થળો ઉપર કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને સભ્યો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાતમાંથી પણ આ બાબતે વિરોધ કરવામાં આવ્યો છે અને રાજ્યપાલને રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધીને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોય તે માટે આવેદનપત્ર પાઠવવા માટે રાજ્યના કોંગ્રેસનાં નેતાઓ અને સભ્યોએ રાજભવન ખાતે રાજ્યપાલને આવેદન આપ્યું હતું.

મળતી વિગત અનુસાર આ આવેદન આપવા માટે રાજભવન ખાતે જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ, શુખરામ રાઠવા વિપક્ષ નેતા, સી.જે ચાવડા, શૈલેશ પરમાર, હિંમતસિંહ પટેલ, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, તુષાર ચૌધરી સહિતના નેતા પહોચ્યા હતા અને રાજ્યપાલને  આવેદનપત્ર આપ્યું હતું. રાજયપાલને 10 સભ્યો મળ્યા 3 પાનાનું આવેદનપત્ર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અન્ય કાર્યકરોને સર્કિટ હાઉસ ખાતે રોકવામાં આવ્યા હતા.

કોંગ્રેસ

આ બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “છેલ્લા 4 દિવસથી અમારા રાહુલજીની ઈડી  દ્વારા પૂછપરછ કરી રહી છે. 4 દિવસ માં શું પૂછપરછ થઈ તે બધા જાણે છે. એક રૂપિયાની લેવડદેવડ નથી થઈ તો પણ ઈડી જુના કેસોમાં સમન્સ આપીને સોનિયાજી અને રાહુલજીને બોલાવી રહ્યું છે. જ્યારે બીજી તરફ આવક ના સાધનો ઓછા છે. જાવક વધારે છે ગૃહિણીઓ મોંઘવારીમાં પિસાઈ રહી છે. સરહદો સલામત નથી અને વડાપ્રધાન બોલે છે કોઈ ઘુસ્યું નથી. ભાજપે દેશમાં સર્વે કર્યો છે. ગુજરાતમાં 70 જેટલી સીટો ભાજપ જીતી શકતું નથી. 2022માં ભાજપ ગુજરાતમાં ના જીતે. ગુજરાત જીતવાનું તેમના માટે અઘરું બની રહેતા રાહુલજી ને ઈડી દ્વારા હેરાન કરી ધ્યાન બીજે દોરવામાં આવી રહ્યું છે. આથી આ અંગે રાજ્યપાલને એક આવેદનપત્ર પાઠવવામાં આવે છે. જ્યારે આવતીકાલે આવતીકાલે જિલ્લા કક્ષાએ અવેદન આપીશું. પછી તાલુકા કક્ષાએ અવેદન આપીશું.”

જગદીશ ઠાકોરે કહ્યું હતુતું કે, ઇડી કે ઇન્કમટેક્સથી કોંગ્રેસ ડરતું નથ. ગુજરાતની ચૂંટણી આવે છે અને જે સર્વે કરાવ્યો છે તેમાં 70 જેટલા ધારાસભ્ય 2022 જીત હાંસલ કરે તેમ નથી. વડાપ્રધાનને વતનમાં નથી આવવું કે હારવું એટલે રાહુલ ગાંધી પર હાથ નાખી રહ્યા છે હોવાના આક્ષેપો કર્ય હતા. સાથે માગ પણ કરી હતીએ કે રાહુલ ગાંધીને જે સવાલ પુછાયા છે તે મીડિયા સમક્ષ જાહેર કરો અથવા પુછપરછ દરમ્યાન મીડિયાને હાજર રાખો. ભાજપ જે પગલાં ભરશે તો કડક રીતે જવાબ આપશે કોંગ્રેસ એવી ચીમકી પણ ઉચ્ચારીએ હતી.  અને આગામી આયોજન વિશે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાનો કાર્યકમ છે. આવતીકાલે અને પછી સોમવારે મોધવારી મુદે તાલુકા કક્ષાએ દેખાવો કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યસભાના સાંસદ પી. ચિદમ્બરમે મહારાષ્ટ્રમાં પોતાની સીટ પરથી આપ્યું રાજીનામું