Not Set/ સુરતવાસીઓ માટે ચિંતાજનક સમાચાર, અઠવા ઝોનની સફાઈ કામદારને થયો કોરોના

સફાઈ કામદાર મહિલા કામદારનો RTPCR પોઝિટિવ આવ્યો છે. હવે સાથી કામદારનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

Gujarat Surat
સફાઈ કામદાર
  • સુરત શહેર માટે ચિંતાજનક સમાચાર
  • અઠવા ઝોનની સફાઈ કામદાર કોરોના પોઝિટિવ
  • ઇન્દોર સ્ટે.માં કાર્યક્રમમાં રહ્યા હતા હાજર
  • બે દિવસ પહેલા યોજાયો હતો કાર્યક્રમ
  • સફાઈ કામદાર સન્માન સમારોહમાં રહી હતી હાજર
  • કાર્યક્રમમાં બંધ ડોમમાં 3200 લોકો થયા હતા ભેગા
  • મહિલા કામદારનો RTPCR આવ્યો પોઝિટિવ
  • સાથી કામદારનો કરવામાં આવશે કોરોના ટેસ્ટ

રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. એક પછી એક શહેરમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં અઠવા ઝોનની સફાઈ કામદાર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. સફાઈ કામદાર મહિલા કામદારનો RTPCR પોઝિટિવ આવ્યો છે. હવે સાથી કામદારનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ સફાઈ કામદાર ઇન્દોર સ્ટે.માં કાર્યક્રમમાં હાજરી આપી હતી. બે દિવસ પહેલા આ કાર્યક્રમ યોજાયો હતો. આપને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં બંધ ડોમમાં 3200 લોકો ભેગા થયા હતા.

આ પણ વાંચો : ઔરંગા નદીમાં સંખ્યાબંધ મૃત માછલીઓ તણાઈ આવી

શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 179 નવા કેસ નોંધાયા છે. 20 જૂન એટલે કે 188 દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ દૈનિક કેસ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ઓમિક્રોન વિસ્ફોટ, આણંદ અને ખેડામાં નોંધાય આટલા કેસ

શનિવારે અમદાવાદ શહેરમાંથી 61-ગ્રામ્યમાંથી 2 સાથે સૌથી વધુ 63, સુરત શહેરમાંથી 20-ગ્રામ્યમાંથી 9 સાથે 29, આણંદમાંથી 18, વડોદરા શહેરમાંથી 14-ગ્રામ્યમાંથી 2 સાથે 16, રાજકોટ શહેરમાંથી 13-ગ્રામ્યમાંથી 2 સાથે 15, નવસારીમાંથી 5, બનાસકાંઠા-ખેડામાંથી 4, ગાંધીનગર શહેરમાંથી 2-ગ્રામ્યમાંથી 1 સાથે 3, કચ્છ-વલસાડમાંથી 3, અમરેલી-ભરૃચ-જામનગર શહેર-જુનાગઢ શહેરમાંથી 2 જ્યારે ભાવનગર શહેર-દાહોદ-ગીર સોમનાથ-મહેસાણા-સુરેન્દ્રનગરમાંથી કોરોનાના 1-1 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 8,29,182 થઇ ગયા છે.

આ પણ વાંચો :અટલજીના જન્મદિવસે સુરેન્દ્રનગરના સેવાભાવી યુવાન દ્વારા વડીલો માટે નિ:શુલ્ક અટલ યાત્રા કરાઇ

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો, આજે નોંધાયાં 179 નવા કેસ, ત્રીજી લહેરની શરૂઆત..?

આ પણ વાંચો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત સાયકલોથોને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું