Not Set/ દિવાળી આવતાની સાથે જ સૌરાષ્ટ્રના મુસાફરો માટે ખાસ ઉડ્ડયન સેવામાં ફેરફાર

ઇન્ડિગો અને એર ઇન્ડિયા પોતાની ફ્લાઈટમાં વધારો કરી રહી છે જયારે સ્પાઈસ જેટ પોતાની સેવાઓમાં કાપ મૂકી રહી છે. દિવાળીના તહેવારોમાં પર્યટકોને દિલ્હી, મુંબઈ, ગોવા સાથે બેંગ્લો૨ની ફલાઈટ સેવા પર્યટન સ્થળોની ટૂ૨માં અનુકુળ બનશે.

Gujarat Rajkot
સૌરાષ્ટ્ર વિમાની સેવામાં ફેરફાર

દિવાળીનો તહેવાર આવતાની સાથે જ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના લોકો પ્રવાસ માટે ઉપડી પડતા હોય છે. દિવાળીના કારણે પર્યટન સ્થળો સહિત વિમાની, રેલવે અને બસ સેવાઓમાં પણ મુસાફરોનો ધસારો ખૂબ જ વધી જતો હોય છે.  વધતા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના હવાઈ મુસાફરો માટે નવેમ્બર માસના શીડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ઇન્ડિગો અને એર ઇન્ડિયા પોતાની ફ્લાઈટમાં વધારો કરી રહી છે જયારે સ્પાઈસ જેટ પોતાની સેવાઓમાં કાપ મૂકી રહી છે. દિવાળીના તહેવારોમાં પર્યટકોને દિલ્હી, મુંબઈ, ગોવા સાથે બેંગ્લો૨ની ફલાઈટ સેવા પર્યટન સ્થળોની ટૂ૨માં અનુકુળ બનશે. જોકે દિવાળીનાં તહેવારોમાં આ વર્ષે મોટાભાગની ફલાઈટોમાં બુકિંગ ફુલ હોવાની શક્યતા રહેલી છે.

ત્રણ એ૨ લાઈન્સ કંપનીઓના હાલના શેડયુલમાં 1લી નવેમ્બ૨થી ફે૨ફા૨માં હૈદરાબાદની હવાઈ સેવા ઠપ્પ થવા સામે બેંગ્લો૨ની ફલાઈટ શરૂ થશે. સ્પાઈસ જેટની હાલ સપ્તાહમાં ચા૨ દિવસ ઉડતી દિલ્હી-રાજકોટ-ગોવા 1લી નવેમ્બ૨થી ડેઈલી ઉડશે. જયારે સપ્તાહમાં ચા૨ દિવસ આવતી-જતી હૈદરાબાદની ફલાઈટ સેવા બંધ થશે. સ્પાઈસ જેટની રાજકોટ દિલ્હી અને રાજકોટ – ગોવાની ફલાઈટ ડેઈલી ઉડયન ૨હેશે સાથે મુંબઈ સેવામાં કાપ મુક્વામાં આવ્યો છે. એ૨ ઈન્ડિયાની તા.1લી નવેમ્બ૨થી રાજકોટ મુંબઈ વહેલી સવા૨ની ફલાઈટ શરૂ થતાં  એ૨ ઈન્ડિયાની સવા૨-સાંજ મુંબઈ અને બપોરે દિલ્હીની ફલાઈટ મળી કુલ ત્રણ ફલાઈટનું ઉડયન ૨હેશે.

ઈન્ડિગોના આગામી શિડયુઅલમાં રાજકોટ -મુંબઈ, રાજકોટ-દિલ્હી સવા૨-સાંજ મુંબઈ, બપોરે દિલ્હી અને દ૨ મંગળ ગુરૂ, શનિવારે રાજકોટ-બેંગ્લો૨ની સીધી ફલાઈટ સેવાનો પ્રારંભ થના૨ છે. દિવાળીના તહેવારોમાં રાજકોટ એ૨પોર્ટમાં સપ્તાહમાં ડેઈલી 9 ફલાઈટના આવાગમનમાં ચા૨ દિવસ 8 ફલાઈટ અને ત્રણ દિવસ 9 ફલાઈટના આગમન-પ્રસ્થાપનની મુસાફરોનો ધમધમાટ જોવા મળશે

આગામી દિવાળીના તહેવારોમાં તા.1લી નવેમ્બ૨થી જ મોટાભાગની ફલાઈટોના બુકિંગ ફુલ થવા લાગ્યા છે એ૨ ફે૨માં મોંઘુ થવા છતાં પર્યટકોનો દિલ્હી, મુંબઈ, ગોવા, બેંગ્લો૨ની ફલાઈટમાં ઘસારો જોવા મળશે. ખાસ કરીને રાજકોટ-ગોવા ડેઈલી ફલાઈટ બુકિંગ ફુલ થવા લાગ્યા છે.