શિકાર/ વન વિભાગનો સપાટો ગીરનાં સિંહનાં શિકાર કરતી 38 લોકની ટોળકી પકડાઇ

ગુજરાતની તો છે જ પણ સમગ્ર ભારત અને વિશ્વની શાન ગણાતા ગીરનાં સિંહ એટલે કે એશિયાટીક લાયનનાં જીવન પર અનેક રીતે ખતરો મંડરાતો જ રહે છે. ગીરનાં જંગલોમાંથી છાસવારે કોઇને કોઇ

Gujarat Others
1

ગુજરાતની તો છે જ પણ સમગ્ર ભારત અને વિશ્વની શાન ગણાતા ગીરનાં સિંહ એટલે કે એશિયાટીક લાયનનાં જીવન પર અનેક રીતે ખતરો મંડરાતો જ રહે છે. ગીરનાં જંગલોમાંથી છાસવારે કોઇને કોઇ કારણે સિંહોનાં અપમૃત્યુનાં સમાચાર આવતા જ રહે છે અને એક સમયે તો ગીરનાં સિંહોની સંખ્યામાં એટલો ઘટાળો જોવામાં આવ્યો હતો કે, સરકાર સુધી ગીરનાં સિંહોને અન્ય રાજ્યનાં જંગલોમાં સિફ્ટ કરવાનું વિતારતી થઇ ગઇ હતી અરે ફક્ત વિચારતી જ નહીં મહદ અંશે આવુ પ્લાનિંંગ પણ કરી લેવામાં આવ્યું હતું. જો કે, હાલનાં થોડ વર્ષોમાં ગુજરાતનાં ગીરનાં જંગલોમાં સિંહની સંખ્યા ઉત્તરોઉતર વઘી રહી હોવાનાં સુખદ આંકડા સિંહની વસ્તિ ગણતરીમાં સામે આવે છે. પરંતુ સિંહ પર શિકારનો ખતરો તો મંજરાયેલો જ જોવામાં આવે છે. સિંહનાં અનેક શારીરીક ભાગોની આંતરાષ્ટ્રીય બજારોમાં ખુબ કિંમત આપવામાં આવતી હોવાથી અનેક લોકો સિંહનાં દુશ્મનો બની બેઠા છે અને આ વિશ્વ ધરોહરને નામ શેષ કરવા પર તુલ્યા છે.

પૂર્વે પણ અનેક લોકોને સિંહનાં શિકાર કરવાનાં મામલામાં ઝડપી પાડવામાં આવ્યા છે અને સજા કરવામાં આવી છે. જો કે આ મામલામાં શિકારીઓ બાદ આવતા નથી અને સમયાંતરે નવા નવા તુક્કા સાથે સિંહોનાં શિકાર કરતી ટોળકીઓ જંગલોમાં પોતાનો કહેર વરતાવતા રહે છે તે વાત વિદિત છે. આવી જ એક મસમોટી ટોળકી સિંહો પર કયામત લાવે તે પહેલા જ પકડી લેવામાં આવી છે.

ગીરનાં સિંહના શિકાર કરતી સમમોટી ટોળકીને ગુજરાત વન વિભાગ દ્વારા પકડી પાડવામાં આવી છે. સમગ્ર કેસમાં 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે તમામ 38 લોકોની ધરપકડ અલગ અલગ ટીમો બનાવીને ઝડપ્યા બાદ કરી છે. આપને જણાવી દઇએ કે વન્ય જીવોનો શિકાર કરી આ ટોળકી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં સક્રિય હતી. વન વિભાગ દ્વારા જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગરથી આ ટોળકીનાં અધધધ 38 જેટલા સભ્યોને ઝબ્બે લીધા છે. ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા તમામ લોકો એટલે કે ટોળકી પરપ્રાંતિય ન હોવાનું સામે આવ્યું છે. દરેક ઈસમો ગુજરાતના હોવાનો ખુલાસો થયો છે જે ગુજરાત માટે અઘાત જનક સમાચાર છે. પ્રાથમિક તપાસમાં આ ટોળકી નાના પ્રાણીના મારણ કરી હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે. વન વિભાગ દ્વારા તમામ ઝડપી લેવામાં આવેલા ટોળકીનાં સભ્યોને કોર્ટ સમક્ષ રજૂ કરાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…