Rural Student-Smartphone/ ગુજરાતના ગ્રામીણ વિદ્યાર્થીઓ બન્યા સ્માર્ટ, ભણવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ

શહેરના બાળકો ભલે સ્માર્ટફોનનો ઉપયોગ તેમની વિડીયો ગેમ અને ઇન્સ્ટાગ્રામ માટે કરતા હશે, પરંતુ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ સ્માર્ટફોનનો ઉપયોગ ભણવા માટે કરે છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 01 18T123521.070 ગુજરાતના ગ્રામીણ વિદ્યાર્થીઓ બન્યા સ્માર્ટ, ભણવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ

અમદાવાદ: શહેરના બાળકો ભલે સ્માર્ટફોનનો ઉપયોગ તેમની વિડીયો ગેમ અને ઇન્સ્ટાગ્રામ માટે કરતા હશે, પરંતુ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ સ્માર્ટફોનનો ઉપયોગ ભણવા માટે કરે છે. આ અહેવાલ છે ધ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન (ASER) રિપોર્ટ 2023-બિયોન્ડ બેઝિક્સનો. આ અહેવાલ ગુજરાતના 14થી 18 વર્ષના ગ્રામીણ કિશોરોના જીવનની અનોખી ઝલક આપે છે અને સ્માર્ટફોન તેમના અભ્યાસી જીવનમાં કેવો ફેરફાર લાવ્યો તેનું પણ પ્રતિબિંબ પાડે છે.

ગુજરાતના મહેસાણા જિલ્લાના 60 ગામોના 1,300 કિશોરોનો સરવે કરવામાં આવ્યા પછી આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ મહેસાણાની સ્કૂલોમાં ભણવા ન જતાં 14થી 18 વર્ષના યુવાનોનું પ્રમાણ 22.7 ટકા છે અને 14થી 16 વર્ષની વયના છોકરા-છોકરીનું પ્રમાણ 13.8 ટકા છે. જ્યારે 17થી 18 વર્ષની વયના 40 ટકા અને 38.3 ટકા છોકરીએ અભ્યાસ માટે જતી નથી.

જ્યારે શાળામાં નોંધાયેલા 77 ટકા વિદ્યાર્થોમાં ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ પહેલેથી જ અભ્યાસ છોડી ચૂક્યા છે. તેમા છોકરાઓ સૌથી આગળ છે. જ્યારે બીજા ધોરણનું પુસ્તક વાંચવાનું જણાવ્યું તો 87 ટકા ટીનેજરો તેમા સફળ થયા હતા. જ્યારે 51 ટકા બેઝિક ડિવિઝન જ કરી શક્યા હતા.

લગભગ 63 ટકા કિશોરોએ અભ્યાસ સાથે સંલગ્ન વિડીયો સ્માર્ટફોન પર જોયા, મેસેજિંગ એપ્લિકેશન્સ પર નોંધની આપલે કરી, જ્યારે 93.6 ટકા લોકોએ સોશિયલ મીડિયા સાઇટ્સનો ઉપયોગ કર્યો. 2023ના સરવેમાં એ પણ તપાસ કરવામાં આવી હતી કે આ કિશોરો હાલમાં કયા પ્રકારની બાબતોમાં રોકાયેલા છે. તેઓ મૂળભૂત વાંચન કરવાની અને ગણિતની ગણતરીઓની મૂળભૂત ક્ષમતાઓ ધરાવે છે. તેમની પાસે સ્માર્ટફોનનું એક્સેસ છે. તેઓ પાસે સ્માર્ટફોનનો એક્સેસ છે તો તેઓ તેનો ઉપયોગ શેના માટે કરે છે. તેઓ સ્માર્ટફોનની મદદથી તેમના કાર્યો સરળ બનાવી શકે છે.

સર્વેક્ષણ કરાયેલામાં 75 ટકા કિશોરો એલાર્મ સેટ કરી શકતા હતા, ઇન્ટરનેટ બ્રાઉઝ કરી શકતા હતા અને ગૂગલ મેપ્સ નેવિગેટ કરી શકતા હતા. યુટ્યુબ ટ્યુટોરિયલ્સ તેમના માટે ખૂબ જ ઉપયોગી હતા. તેમા છોકરાઓમાં ડિજિટલ નિપુણતામાં આગેવાન હતા. 96.6 ટકા પાસે ઘરે સ્માર્ટફોન હતો અને 97.1 ટકા સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકતા હતા.

પુરુષોમાં જોઈએ તો 98.6 ટકા પાસે અને સ્ત્રીઓમાં 95.6 ટકા પાસે સ્માર્ટફોન હતો. તેમા 47.6 ટકા પુરુષો પાસે પોતાનો સ્માર્ટફોન હતો, જ્યારે 22.3 ટકા મહિલાઓ પાસે જ પોતાનો સ્માર્ટફોન હતો. આમાથી 62.9 ટકા એટલે કે લગભગ 63 ટકા અઠવાડિયા દરમિયાન કમસેકમ એકાદી એજ્યુકેશન એક્ટિવિટી તો સ્માર્ટફોન પર કરતા હતા જ્યારે સરવે મુજબ 93.6 ટકા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હતા, એમ  ASER સરવેમાં જણાવાયું હતું.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ