ગુજરાત/ રાજકોટમાં ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના ત્રણ શખ્સો ઝડપાયા

રાજકોટ પોલીસની સ્પે.ઓપરેશન ગ્રૂપે અહીં મજૂરી કરતા ત્રણ ઉડિયા શખ્સને રૂ.37 હજારના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા છે.

Top Stories Gujarat Rajkot
  • રાજકોટમાં ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા
  • 3 કિલો 70 ગ્રામ ગાંજા સાથે ત્રણની ધરપકડ
  • SOG એ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

Rajkot News: રાજ્યના વિવિધ શહેરોમાંથી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ગુજરાતના રાજકોટ પોલીસની સ્પે.ઓપરેશન ગ્રૂપે અહીં મજૂરી કરતા ત્રણ ઉડિયા શખ્સને રૂ.37 હજારના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા છે.

SOG ના એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને જમાદાર ઘનશ્યામસિંહ ચૌહાણને મળેલી બાતમીના આધારે એસઓજીએ કન્સ્ટ્રકશનનું કામ કરતા હિતેન્દ્રસિંહ ચુડાસમાની કાલાવડ રોડ પર આવેલી પતરાની ઓરડીમાં દરોડો પાડી ત્યાં થોડા દિવસોથી રહેતાં મૂળ ઓરિસ્સાના જુધીસ્થીર ધુમડુ રાણા (ઉ.વ.33) અને મૂળ ઓરિસ્સાના અને હાલ શિતલ પાર્ક ઉપરાંત કાલાવડ રોડ પરના આંબેડકર નગરમાં ભાડેથી ઝૂંપડા અને ઓરડીમાં રહેતા માધબ બડીયાઘર કુનરા (ઉ.વ.24) અને અમીત નરેન્દ્ર સાગર (ઉ.વ.24પ)ને ગાંજાની 3 કિલો 70 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી ગાંજાના નેટવર્ક વિશે ઘણી માહિતી મળે તેવી પોલીસને આશા છે. આ માટે ત્રણેય આરોપીઓના પોલીસ રિમાન્ડ માંગશે. આ ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલા સમયથી રાજકોટમાં ગાંજાનું નેટવર્ક ચલાવે છે તે સહિતના મુદ્દે હવે પોલીસ તપાસ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ

આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા