Not Set/ મકરસંક્રાંતિ/ ટેક્નિકલી સૌર કેલેન્ડર મુજબ સંક્રાંતિનો સમય શું છે ?

ઉતરાયણ એટલે ઉતરાયણ એટલે જે દિવસથી સૂર્ય ઉત્તર દિશાની તરફ રાયણ કરે છે. તેથી આ દિવસને ઉતરાયણ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસથી દિવસ લાંબો થાય છે. ઉતરાયણ બાદ દરરોજ દિવસ થોડોક થોડોક લાંબો થાય છે. ૧૪મી જાન્યુઆરી જ એક એવો દિવસ છે જ્યારે ધરતી પર સારા દિવસની શરૂઆત થાય છે. કારણ કે, આ દિવસથી […]

Top Stories Navratri 2022
utarayan.jpg1 મકરસંક્રાંતિ/ ટેક્નિકલી સૌર કેલેન્ડર મુજબ સંક્રાંતિનો સમય શું છે ?

ઉતરાયણ એટલે

ઉતરાયણ એટલે જે દિવસથી સૂર્ય ઉત્તર દિશાની તરફ રાયણ કરે છે. તેથી આ દિવસને ઉતરાયણ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસથી દિવસ લાંબો થાય છે. ઉતરાયણ બાદ દરરોજ દિવસ થોડોક થોડોક લાંબો થાય છે. ૧૪મી જાન્યુઆરી જ એક એવો દિવસ છે જ્યારે ધરતી પર સારા દિવસની શરૂઆત થાય છે. કારણ કે, આ દિવસથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે.

ટેક્નિકલી સૌર કેલેન્ડર મુજબ સંક્રાંતિનો સમય

દર વર્ષે મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરીનાં દિવસે જ ઊજવવામાં આવે છે પરંતુ આ વર્ષે ૨૦૨૦માં આપણા પંચાંગ અનુસાર સંક્રાંતિનો સમય ૧૪ જાન્યુઆરીની મધરાત પછી ૨-૨૨ મિનિટે આરંભાય છે. એટલે કે ટેક્નિકલી સૌર કેલેન્ડર મુજબ સંક્રાંતિનો સમય ૧૫ જાન્યુઆરીની વહેલી સવારે આરંભાશે. એનો પુણ્યકાળ ૭-૧૯ કલાકે પ્રારંભ થાય છે અને તે બપોરના ૧૨-૩૧ સુધી ચાલવાનો છે. જોકે એમાં મહાપુણ્યકાળ સવારનાં ૭-૧૯ વાગ્યાથી ૯-૦૩ વાગ્યા સુધી જ રહે છે. એટલે સંક્રાંતિ સ્નાનનો સમય આ વર્ષે ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ની વહેલી સવાર (પ્રાતઃકાળ)નો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.