Not Set/ હિંદ મહાસાગર પર ચીનની હલચલ પર ચાંપતી નજર રાખવા ભારત અને ફ્રાંસ સાથે મળીને બનાવશે ૧૦ ઉપગ્રહ

નવી દિલ્લી હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી દખલઅંદાજી પર ધ્યાન રાખવા માટે ભારત અને ફ્રાંસ સાથે મળીને ૮થી ૧૦ ઉપગ્રહ બનાવશે. આ ઉપગ્રહ સમુદ્રની હિલચાલનું ધ્યાન રાખશે. ઉપગ્રહ બનાવવાની જાણકારી ફ્રાંસની અંતરીક્ષના સીએનઈએસના પ્રમુખ યુવ્સ લિ ગલે રવિવારે આપી હતી. સીએનઈએસના પ્રમુખે કહ્યું હતું કે ભારતની સાથે અંતરીક્ષ ક્ષેત્રે ફ્રાંસ જોડેની આ સૌથી મોટી યોજના હશે. […]

Top Stories World Trending
India and france હિંદ મહાસાગર પર ચીનની હલચલ પર ચાંપતી નજર રાખવા ભારત અને ફ્રાંસ સાથે મળીને બનાવશે ૧૦ ઉપગ્રહ

નવી દિલ્લી

હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી દખલઅંદાજી પર ધ્યાન રાખવા માટે ભારત અને ફ્રાંસ સાથે મળીને ૮થી ૧૦ ઉપગ્રહ બનાવશે. આ ઉપગ્રહ સમુદ્રની હિલચાલનું ધ્યાન રાખશે. ઉપગ્રહ બનાવવાની જાણકારી ફ્રાંસની અંતરીક્ષના સીએનઈએસના પ્રમુખ યુવ્સ લિ ગલે રવિવારે આપી હતી.

સીએનઈએસના પ્રમુખે કહ્યું હતું કે ભારતની સાથે અંતરીક્ષ ક્ષેત્રે ફ્રાંસ જોડેની આ સૌથી મોટી યોજના હશે. ૮ થી ૧૦ ઉપગ્રહ મુખત્વે હિંદ મહાસાગરનું ધ્યાન રાખવામાં મદદ કરશે. હિંદ મહાસાગર એવી જગ્યા છે કે જ્યાં ચીન વારંવાર દખલઅંદાજી કરતું રહે છે.

ફ્રાંસ એજન્સીના પ્રમુખે ઉમેર્યું હતું કે ભારતની અંતરીક્ષ શાખા ઈસરોમાં પણ મંગળ અને શુક્રના ગ્રહ મિશનમાં ફ્રાંસ યોગ્ય મદદ કરશે. સમુદ્રની દેખરેખ રાખવા માટે ઉપગ્રહ બનાવવાની વાત હાલ બંને દેશોમાં થઇ ગઈ છે.

જો કે આ ઉપગ્રહ બનાવવામાં થોડો વધારે સમય લાગશે પરંતુ તે ૫ વર્ષમાં તૈયાર થઇ જશે તેવો દાવો એજન્સીના પ્રમુખે કર્યો હતો.

ફ્રાંસના રાષ્ટ્રપતિ આ વર્ષે માર્ચ મહિનામાં જયારે ભારતની મુલાકાતે આવ્યા હતા તે દરમ્યાન ઈસરો અને સીએનએએસની અંતરીક્ષ ક્ષેત્રમાં સહયોગની વાત થઇ હતી. તેમાં ડીઝાઇન અને ટેક્નોલોજીને સંયુક્ત રીતે વિકસવાની વાત થઇ ચુકી છે.

ભારત અને ફ્રાંસ બંને દેશની એજન્સી હાલ ઇન્ફ્રારેડની મદદથી ધરતીની દેખરેખ રાખી શકાય તે માટેનું ત્રિશા ઉપગ્રહ અને ઓસનસેટ-૩ એગ્રો મિશન પર કામ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે ફ્રાંસની અંતરીક્ષ એજન્સી સીએનઈએસ ભારતની સાથે જાપાન અને જર્મનીની અંતરીક્ષ એજન્સી સાથે પણ હાલ કામ કરી રહી છે.