Not Set/ મકરસંક્રાંતિ/ ઉતરાયણનાં પવિત્ર દિવસે તલ, સ્નાન અને દાનનું શું છે મહત્ત્વ

મકરસંક્રાંતિનાં પવિત્ર દિવસોમાં જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ જેવાં ધર્મકાર્યોનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન સો ગણું થઈને પાછું મળે છે. આ દિવસે શુદ્ધ ઘી અને કામળાનું દાન કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેનો શ્લોક આ પ્રમાણે છેઃ માઘે માસે મહાદેવઃ યો દાસ્યતિ ધૃતકમ્બલમ.. સ […]

Navratri 2022
utarayan.jpg2 મકરસંક્રાંતિ/ ઉતરાયણનાં પવિત્ર દિવસે તલ, સ્નાન અને દાનનું શું છે મહત્ત્વ

મકરસંક્રાંતિનાં પવિત્ર દિવસોમાં જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ જેવાં ધર્મકાર્યોનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન સો ગણું થઈને પાછું મળે છે. આ દિવસે શુદ્ધ ઘી અને કામળાનું દાન કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેનો શ્લોક આ પ્રમાણે છેઃ માઘે માસે મહાદેવઃ યો દાસ્યતિ ધૃતકમ્બલમ.. સ ભુક્તવા સકલાન ભોગાન અન્તે મોક્ષં પ્રાપ્યતિ..

વિષ્ણુ ધર્મસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની આત્માની શાંતિ માટે તથા સ્વ સ્વાસ્થ્યવર્ધન તથા સર્વકલ્યાણ માટે તલના છ પ્રયોગ પુણ્યદાયક તથા ફળદાયક હોય છે. તલના તેલથી સ્નાન કરવું, તલનું દાન કરવું, તલમાંથી બનેલું ભોજન, જળમાં તલ અર્પણ, તલની આહુતિ, તલનું ઉબટન કરવું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે, જે સૂર્યના પુત્ર હોવા છતાં પણ સૂર્યદેવ સાથે શત્રુભાવ રાખે છે, તેથી શનિદેવના ઘરમાં સૂર્યદેવની ઉપસ્થિતિ દરમિયાન શનિદેવ તેમને કષ્ટ ન આપે તે માટે તલનું દાન અને સેવન મકરસંક્રાંતિના દિવસે ખાસ કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે માઘ માસમાં જે વ્યક્તિ રોજ ભગવાન વિષ્ણુનું પૂજન તલથી કરે છે તેનાં સમસ્ત કષ્ટ દૂર થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પ્રયાગમાં બધાં જ દેવી-દેવતાઓ પોતાનું સ્વરૂપ બદલીને સ્નાન કરવા માટે આવે છે તેથી આ દિવસે દાન, તપ, જાપ, સ્નાનનું વિશેષ મહત્ત્વ છે.

ઉતરાયણનાં દિવસે ગંગાસ્નાન કરવાથી બધાં જ પ્રકારનાં કષ્ટ અને બીમારીઓમાંથી મુક્તિ મળે છે. મકરસંક્રાંતિના દિવસે અનાજ, વસ્ત્ર, ઊનનાં કપડાં, શેરડી, વિવિધ ફળ વગેરેનું દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. દીર્ઘાયુ તથા નીરોગી રહેવા માટે રોગીએ આ દિવસે ઔષધી, તેલ અને પૌષ્ટિક આહારનું દાન પણ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.