Navratri 2022/ લુપ્ત થતા શેરી ગરબા બચાવવા પહેલ, જાણો શું કર્યું ગારીયાધારના યુવાનોએ….

ગારીયાધાર તાલુકામાં ખોડિયાર નગર ખાતે પ્રાચીન લુપ્ત થતા ગરબાનું આયોજન કરાયુ

Gujarat Navratri celebration Others Navratri 2022
ગારીયાધાર
  • નાવરાત્રીનું અનેક સ્થળે આયોજન
  • ખોડીયાર નગર ખાતે શેરી ગરબાનું આયોજન
  • ગરબામાં બહોળી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા
  • યુવા પેઢી દ્વારા ગરબાનું આયોજન કરાયુ

ગારીયાધાર તાલુકામાં નાવરાત્રીનું અનેક સ્થળે આયોજન કરવામાં આવી રહ્યુ છે.ત્યારે પાર્ટી પ્લોટમાં થતા ગરબા આયોજનોમાં ક્યાંકને ક્યાંક આપણી સંસ્કૃતિ જાણે લુપ્ત થઈ હોય તેમ જોવા મળ્યુ છે. શેરી ગરબાઓમાં ઘટાળો જોવા મળ્યો છે.ત્યારે લુપ્ત થતા શેરી ગરબાને બચાવવા ગારીયાધારના ખોડીયાર નગર ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Untitled 10 લુપ્ત થતા શેરી ગરબા બચાવવા પહેલ, જાણો શું કર્યું ગારીયાધારના યુવાનોએ....

ગરબામાં બહોળી સંખ્યામાં ગરબા રસીકો જોડાયા હતા.તેમજ પરંપરાગત રીતે ગુજરાતી ગરબા પર ખેલૈયાઓ ગરબે ગુમ્યા હતા. ત્યારે ગરબાનું આયોજન યુવા પેઢી દ્વારા કરવાામાં આવ્યુ હતું.

Untitled 9 લુપ્ત થતા શેરી ગરબા બચાવવા પહેલ, જાણો શું કર્યું ગારીયાધારના યુવાનોએ....

ગારીયાધાર તાલુકમાં હાલ હિંદુ ધર્મના પવિત્ર તહેવારોમાનો એક તહેવાર એટલે નવરાત્રીનું અનેક સ્થળોએ ભવ્ય આયોજન કરાયુ હોઈ ત્યારે હાલમાં શહેરોમાં મોટા આયોજનમાં ક્યાંક ને ક્યાંક શેરી ગરબાઓ રહ્યા લુપ્ત થતા હોઈ ત્યારે ખોડિયાર નગર ખાતે શેરી ગરબાઓ યોજાયા હતા. આ આયોજનમાં બહોળા પ્રમાણમાં લોકો જોડાયા હતા. તેમજ પ્રાચીન પરંપરા મુજબ લોકો ગરબે રમ્યા હતા.આ ઉપરાંત શેરી ગરબાની પરંપરા જાળવવા યુવાઓ દ્વારા આયોજન કરાયુ હતું.

આ પણ વાંચો:ભાવનગરના ભંડારીયા ગામે ૩૦૦ વર્ષથી ભવાઇ વેશ સાથે પરંપરાગત રીતે ઉજવાતી નવરાત્રી

આ પણ વાંચો:ભાજપના નેતા કિશનસિંહ સોલંકી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચો:  એવું તો શું થયું કે સયાજીગંજના ભાજપના MLA સામે લોકોએ વ્યક્ત કરી નારાજગી