ગણેશોત્સવ સ્પેશિયલ/ વડિયામાં જોવા મળ્યું હિન્દૂ – મુસ્લિમની એકતાનું પ્રતીક, તમામ વિવાદો ભૂલીને ઉતારી વિધ્નહર્તાની આરતી

વડિયા શહેર આ વડીયા શહેરની અંદર હર એક તહેવારોમાં હિન્દુ મુસ્લિમના એકતાનું પ્રતીક જોવા મળે છે ત્યારે આ વડીયા શહેરમા  સૂરવો નદીના કિનારે સુરવો મહીપતિ ગણેશના સ્થાપન કરવામાં આવ્યું છે

Gujarat Others
વડિયા

વડિયા શહેરમાં સુરવો મહીપતિ ગણેશ સ્થાપનમાં હિન્દૂ-મુસ્લિમની એકતાનું પ્રતીક જોવા મળ્યું.10 થી 15 વર્ષના બાળકોએ નદી કિનારે કરેલા ગણેશજીના સ્થાપનને સુરવો મહીપતિ નામ આપ્યું છે અને એ ગણેશજીના પંડાલે હિન્દૂ-મુસ્લિમ આગેવાનોએ સાથે રહીને ગણેશજીની આરતી ઉતારીને એકતાનું પ્રતીક દાખવ્યું છે.

અમરેલી જિલ્લાનું છેવાડાનુ તાલુકા મથકનું ગામ વડિયા શહેર આ વડીયા શહેરની અંદર હર એક તહેવારોમાં હિન્દુ મુસ્લિમના એકતાનું પ્રતીક જોવા મળે છે ત્યારે આ વડીયા શહેરમા  સૂરવો નદીના કિનારે સુરવો મહીપતિ ગણેશના સ્થાપન કરવામાં આવ્યું છે અને આ સ્થાપન 10 થી 15 વર્ષના નાના બાળકો એ ઉત્સાહભેર ફાળો કરીને કર્યું છે ત્યારે આજે ગામના આગેવાનો અને યુવાઓ અને કાર્યકર્તાઓએ પણ આ બાળકોને પ્રોત્સાહન આપ્યું છે.

અ 29 4 વડિયામાં જોવા મળ્યું હિન્દૂ - મુસ્લિમની એકતાનું પ્રતીક, તમામ વિવાદો ભૂલીને ઉતારી વિધ્નહર્તાની આરતી

આ બાળકોએ પોતાના ઉત્સાહભેર ગણેશ સ્થાપના આગલા દસ દિવસ પહેલા બાળકોએ ફાળો કરી અને 14 થી 15 હજારની ગણેશજીની મૂર્તિની ખરીદી કરી અને અહીં સ્થાપના કરી તદુપરાંત આજે આ બાળકોએ ગણેશના પંડાલમાં જે લોકોએ ફાળો આપ્યો છે એ ફાળાનો પણ સદુપયોગ કર્યો છે આ બાળકોએ વડિયા શહેરની તમામ પ્રાથમિક શાળાઓના બાળકો માટે આજે બટુક ભોજન નું આયોજન કર્યું અને વડિયાની આજે તમામ પ્રાથમિક શાળાઓના 1000 થી 1500 ની આસપાસ બાળકોએ બટુક ભોજનનો લાવો લીધો હતો.

અ 29 5 વડિયામાં જોવા મળ્યું હિન્દૂ - મુસ્લિમની એકતાનું પ્રતીક, તમામ વિવાદો ભૂલીને ઉતારી વિધ્નહર્તાની આરતી

મહત્વની વાત એ છે કે આ વડિયા શહેરના કૃષ્ણપરા વિસ્તારની હવેલી શેરીના બાળકો કોઈ જ ભેદભાવ નથી જોતા જેમની ઉંમર માત્ર 10 થી 15 વર્ષની છે અને આ હિન્દુ મુસ્લિમ ના 15 થી 20 બાળકો એકી સાથે ફાળો કરીને આ ગણેશ સ્થાપના કરી અને વડિયા શહેરની અંદર ગામના જે મુખ્ય આગેવાનો છે એ લોકોની પણ આખો ચાર કરી દીધી હતી અને આ નાના બાળકોને ગામના આગેવાનો પ્રોત્સાહન આપવા પણ દોડી આવ્યા હતા ત્યારે એ જ સુરવોનદીના કિનારે સુરવો મહીપતિ ગણેશ સ્થાપના પંડાલમાં આજે ગામના હિન્દૂ-મુસ્લિમ આગેવાનો આવીને બાળકોને મદદરૂપ થયા અને ગણેશ દાદાની આરતી કરી હતી.

વડિયા શહેરની અંદર જોકે નવરાત્રી હોય જન્માષ્ટમી હોય ગણેશોત્સવ હોય કે મહોરમ હોઈ અહીં તમામ તહેવારોમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો એકી સાથે તહેવારો ઉજવતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:ભાદરવી પૂનમ મેળો-અંબાજી: CRDFના સહકારથી વધી શ્રદ્ધાળુઓની સુવિધા, ડિજીટલ ગુજરાતનો ડંકો

આ પણ વાંચો: સુરતમાં બિલ્ડરે ઝેરી દવા ગટગટાવી ટુંકાવ્યું જીવન, જાણો કેમ ભર્યું આ પગલું

આ પણ વાંચો:મોહાલી ક્રિકેટ ગ્રાઉન્ડના સ્ટેન્ડનું નામ આ બે દિગ્ગજોના નામ પર રાખવામાં આવશે