Not Set/ નારાયણ સાંઈ દુષ્કર્મ કેસ: સેશન્સ કોર્ટે નારાયણ સાંઇને દોષિત જાહેર કર્યો

સુરત, દેશભરમાં ચકચાર મચાવનાર નારાયણ સાંઈ દુષ્કર્મ મામલે કોર્ટ આજે ચુકાદો આવવાનો હતો તે આવી ગયો છે. સેશન્સ કોર્ટે ચુકાદો નારાયણ સાંઈને સંભળાવ્યો છે.યુવતી પર રેપના મામલે કોર્ટે નારાયણ સાંઇને દોષિત માન્યો છે.કોર્ટ 30 એપ્રિલે નારાયણ સાંઇને સજા સંભળાવશે. યુવતી પર દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઇ સહિત 10 આરોપીઓની પોલિસે ધરપકડ કરી હતી.આ આરોપીઓ સામે કેસ […]

Top Stories Gujarat Surat Videos
rtt 5 નારાયણ સાંઈ દુષ્કર્મ કેસ: સેશન્સ કોર્ટે નારાયણ સાંઇને દોષિત જાહેર કર્યો

સુરત,

દેશભરમાં ચકચાર મચાવનાર નારાયણ સાંઈ દુષ્કર્મ મામલે કોર્ટ આજે ચુકાદો આવવાનો હતો તે આવી ગયો છે. સેશન્સ કોર્ટે ચુકાદો નારાયણ સાંઈને સંભળાવ્યો છે.યુવતી પર રેપના મામલે કોર્ટે નારાયણ સાંઇને દોષિત માન્યો છે.કોર્ટ 30 એપ્રિલે નારાયણ સાંઇને સજા સંભળાવશે.

યુવતી પર દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઇ સહિત 10 આરોપીઓની પોલિસે ધરપકડ કરી હતી.આ આરોપીઓ સામે કેસ ચાલી જતાં આજે કોર્ટે નારાયણ સાંઇ સહિત ગંગા,જમુના અને હનુમાનને દોષિત માન્યા છે,જ્યારે મોનિકાને નિર્દોષ છોડી છે.

હાલ રેપના આરોપસપ જેલવાસ ભોગવી રહેલ આસારામના  પુત્ર એવા નારાયણ સાંઈ વિરુદ્ધ 6 ઓક્ટોબર 2013માં સુરતના જહાંગીરપુરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં પીડિતાએ નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પીડિતા સાધકનો આરોપ હતો કે, નારાયણ સાઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ પોતાનો શિકાર બનાવી હતી.

કોર્ટમાં પીડીતાનું 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું જે મહત્વનો પુરાવો સાબિત થયું હતું.

નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા આજે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ચુકાદા સમયે નારાયણ સાંઇના અનેક અનુયાયીઓ કોર્ટ સંકુલમાં હાજર હતા અને કોર્ટના ચુકાદાથી તેમની નારાજગી જોવા મળી રહી હતી.

ચુકાદા પહેલા નારાયણ સાંઈ દુષ્કર્મના વકીલે મંતવ્ય ન્યુઝ સાથે કરી વાત