Not Set/ RTI વિવાદ – સુપ્રીમનો RBIને નિર્દેશ, બેંકોના નિરીક્ષણને લઇને સૂચના ઉપલબ્ધ કરો

નવી દિલ્હી, સુપ્રીમકોર્ટે RBI ને નિર્દેશ કર્યો છે કે બેંકોના વાર્ષિક નિરીક્ષણને લગતી જાણકારી આરટીઆઇ અંતર્ગત ઉપલબ્ધ કરવામાં આવે. આ અંગે ન્યાયાધીશ એલ નાગેશ્વર રાવની અધ્યક્ષતા ધરાવતી બેંચે RBI ને એવો નિર્દેશ પણ આપ્યો છે કે તેઓ RTI હેઠળ બેંકથી સંલગ્ન જાણકારી દેવાની તેની નીતિઓની સમીક્ષા કરે. જો કે આરબીઆઇ વિરુદ્વ ન્યાયાલયે કોઇપણ પ્રકારની અવમાનનાની […]

Business
65923 midblqrdnh 1503593014 RTI વિવાદ – સુપ્રીમનો RBIને નિર્દેશ, બેંકોના નિરીક્ષણને લઇને સૂચના ઉપલબ્ધ કરો

નવી દિલ્હી,

સુપ્રીમકોર્ટે RBI ને નિર્દેશ કર્યો છે કે બેંકોના વાર્ષિક નિરીક્ષણને લગતી જાણકારી આરટીઆઇ અંતર્ગત ઉપલબ્ધ કરવામાં આવે. આ અંગે ન્યાયાધીશ એલ નાગેશ્વર રાવની અધ્યક્ષતા ધરાવતી બેંચે RBI ને એવો નિર્દેશ પણ આપ્યો છે કે તેઓ RTI હેઠળ બેંકથી સંલગ્ન જાણકારી દેવાની તેની નીતિઓની સમીક્ષા કરે.

જો કે આરબીઆઇ વિરુદ્વ ન્યાયાલયે કોઇપણ પ્રકારની અવમાનનાની કાર્યવાહી નથી કરી પરંતુ તેને ચેતવણી આપતા તેને અંતિમ તક આપી છે. RBI દ્વારા RTI કાનૂનની જોગવાઇઓનું પાલન થાય તે અનિવાર્ય છે. જો આગામી સમયમાં તેનું ઉલ્લંઘન થશે તો ગંભીરતાથી પગલા લેવાશે તેવી આરબીઆઇએ ચેતવણી આપી છે.

સુપ્રીમકોર્ટે જાન્યુઆરી મહિનામાં આરબીઆઇને અવમાનનાની નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રિય સૂચના મંત્રાલયે અગાઉ પણ કહ્યું હતું કે આરબીઆઇ RTI કાનૂન હેઠળ જાણકારી આપવાનો ત્યાં સુધી ઇનકાર ના કરી શકે જ્યાં સુધી કાનૂન અંતર્ગત કોઇ સૂચના આપવાની છૂટ ના હોય.

RBI એ તેનો બચાવ રાખતા કહ્યું હતું કે બેંકોના વાર્ષિક નીરિક્ષણ રિપોર્ટમાં ગોપનીય જાણકારી આપેલી હોય છે. RTI એક્ટિવિસ્ટ એસ સી અગ્રવાલે આરબીઆઇ વિરુદ્વ અવમાનનાની અરજી દાખલ કરી હતી.