Rajkot-Heartattack/ રાજકોટવાસીઓને લાગ્યો છે હૃદયરોગ, આજે બેના મોત

રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી મોતની બે ઘટનાઓ બની છે. જેમાં એક ઘટનામાં કપડા ધોવાનું કામ કરી રહેલી મહિલા અને જમવા બેઠેલા યુવકનું હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું છે.

Top Stories Gujarat Rajkot
Rajkot Heartattack રાજકોટવાસીઓને લાગ્યો છે હૃદયરોગ, આજે બેના મોત

રાજકોટઃ રાજકોટવાસીઓને કોકની નજર લાગી ગઈ લાગે છે. Rajkot Heartattack શહેરમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી મોતની બે ઘટનાઓ બની હતી. તેમા પણ કોરોના કાળ પછી શહેરમાં હાર્ટએટેકના બનાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. લોકો રમતા-રમતા, ચાલતા જતા કામ કરતા-કરતાં મોતને ભેટી રહ્યા છે. કોઈપણ રાજકોટવાસી ચોંકી ઉઠે તેવી આ સ્થિતિ છે.

શહેરમાં હાર્ટ એટેકથી મોતની બે ઘટનાઓ એક જ દિવસમાં બની છે. Rajkot Heartattack આમા એક ઘટનામાં કપડા ધોવાનું કામ કરી રહેલી મહિલા અને જમવા બેઠેલા યુવકનું હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું છે. શહેરની રામપીર ચોકડી અને મવડી ચોકડી વિસ્તારમાં બે ઘટનાઓ બની છે જેમાં યુવાન વયે આ પ્રકારની ઘટના સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી રહી છે. બીજી તરફ ડૉક્ટર દ્વારા આ પ્રકારની વારંવાર બની રહેલી ઘટના માટે તણાવ પણ જવાબદાર હોવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

શહેરના મવડી ચોકડી વિસ્તારમાં રહેતા 32 વર્ષના મહિલાનું કપડા ધોતા-ધોતા મોત થઈ ગયું છે.  Rajkot Heartattack મહિલા કપડા ધોતી વખતે અચાનક ઢળી પડતા તેની તપાસ કરાવતા માલુમ પડ્યું કે હાર્ટ એટેકથી તેમનું મોત થઈ ગયું છે. જ્યારે રામપીર ચોકડી પાસે જમતા-જમતા 40 વર્ષના યુવકનું મોત થયાની ઘટના બની છે. સતત આ પ્રકારની આંચકાજનક ઘટનાઓ વધતા લોકો સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતી કાળજી ના રાખી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. વધુ પડતો શારીરિક શ્રમ કે માનસિક તાણના કિસ્સામાં પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું ડૉક્ટર માની રહ્યા છે.

યુવાનોમાં ક્રિકેટ રમતા-રમતા કે ડાન્સ-ગરબા કરતી વખતે વધતી Rajkot Heartattack હાર્ટ એટેકની ઘટનાઓ અંગે ડૉક્ટર જણાવે છે કે આ પ્રકારની ઘટનાઓ બનવા પાછળનું કારણ બદલાતી જતી લાઈફ સ્ટાઈલ અને આજના સમયમાં યુવાનો વધુ તણાવમાં રહેતા તેમની સાથે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને તેઓ હાર્ટ એટેકના શિકાર બની રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ સામે આવતા હૃદયના ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવતી હોય છે કે અચાનક એક દિવસમાં વધુ પડતો શારીરિક શ્રમ કરવાથી હૃદય પર તેની અસર પડતી હોય છે, કારણ કે એક જ સમયમાં વધુ કામ થવાથી હૃદયની કાર્યક્ષમતા પર તેની સીધી અસર થતી હોય છે. આજ કારણે શારીરિક શ્રમ રોજની સરખામણીમાં વધુ થયો હોય ત્યારે ખાસ કાળજી રાખવાની જરુર છે.

 

આ પણ વાંચોઃ તલાટીની પરીક્ષા/ તલાટીની પરીક્ષા શાંતિપૂર્વક પૂરી, નીટ પણ સફળતાપૂર્વક યોજાઈ

આ પણ વાંચોઃ પ્રેસિડેન્ટ મુર્મુ-લાઇટ ગુલ/ રાષ્ટ્રપતિ મુર્મુના ભાષણ દરમિયાન જ વીજળી ગુલ

આ પણ વાંચોઃ પીએમ મોદી-રોડ શો/ પીએમ મોદીનો કર્ણાટકમાં બેંગ્લુરુ ખાતે જબરજસ્ત રોડ શો