Not Set/ કોરોના વેક્સિન માટે તંત્રની આવી છે તૈયારીઓ : વેક્સિનના સંગ્રહ માટેના આવ્યા…

અમદાવાદ રિઝનલ કોલ્ડ સ્ટોરેજમાંથી આણંદ, સુરેન્દ્રનગર, ખેડા અને અમદાવાદ ગ્રામ્યમાં સપ્લાય કરવામાં આવશે.  અમદાવાદ ગ્રામ્યના પીએચસી પર વેક્સીન રાખવા ડીપ ફ્રીઝ પણ પહોંચાડવામાં આવ્યા છે.

Ahmedabad Gujarat
godhara 9 કોરોના વેક્સિન માટે તંત્રની આવી છે તૈયારીઓ : વેક્સિનના સંગ્રહ માટેના આવ્યા...

વિશ્વ આખું જેની કાગડોળે વાત જોઇને બેઠું છે તે કોરોના રસી ની હવે સ્થાનિક લેવલે પણ તૈયારીઓ થઈચુકી છે. જેના માટે તંત્રે પણ ખડે પગે તૈયારીઓ શરુ કરી દીધી છે. અમદાવાદમાં આવેલા રિઝનલ વેક્સિન કોલ્ડ સ્ટોરેજમાં 20થી 25 લાખ ડોઝ રાખી શકાય તેવી કેપેસિટી છે. અમદાવાદના રિઝનલ વેક્સિન કોલ્ડ સ્ટોરેજમાં વેક્સિન રાખવા માટેના ડીપ ફ્રીઝર પણ સ્થાનિક PHC  સેન્ટર પર પોંહચાડવામાં આવ્યા છે. તો સાથે નવા 50 આઇ.એલ.આર ફ્રીજ રીઝિયનલ સ્ટોર પર લાવવામાં આવ્યા છે.

અમદાવાદ રિઝનલ કોલ્ડ સ્ટોરેજમાંથી આણંદ, સુરેન્દ્રનગર, ખેડા અને અમદાવાદ ગ્રામ્યમાં સપ્લાય કરવામાં આવશે.  અમદાવાદ ગ્રામ્યના પીએચસી પર વેક્સીન રાખવા ડીપ ફ્રીઝ પણ પહોંચાડવામાં આવ્યા છે.

 અમદાવાદ રિઝનલ કોલ સ્ટોરેજમાંથી આણંદ, સુરેન્દ્રનગર, ખેડા અને અમદાવાદ ગ્રામ્યમાં સપ્લાય કરવામાં આવશે.  અમદાવાદ ગ્રામ્યના પીએચસી પર વેક્સીન રાખવા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ડીપ ફ્રીઝ પણ પીએચસીમાં પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે પીએચસીની મુલાકાત અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મહેશ અરુણ બાબુએ લીધી છે. તેમના દ્વારા આ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચન આપવામાં આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્યના પ્રથમ ત્બ્ક્કામાંકોને રસી પૂરી પાડવામાં આવશે તેવા 2.75 લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરાયું છે. વેકસીન આવશે ત્યારે જે લીસ્ટ તૈયાર કરાયું છે. તે 2.75 લાખ લોકોને પહેલા રસી અપાશે. જેમાં 7500 હેલ્થકેર વર્કર્સની યાદી પણ સામેલ કરવામાં આવી છે.

તેમજ સરકારી અને ખાનગી હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સતેમજ લોકોના સીધા સંપર્કમાં આવતા ફ્રન્ટલાઈન વોરિયર્સનો અ યાદીમાં યાદીમાં સમાવેશ કરાયો છે.

 વિભુ પટેલ, અમદાવાદ : કોરોનાની આવનાર વેક્સિને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલા રિઝનલ વેક્સિન કોલ સ્ટોરેજમાં  20થી 25 લાખ ડોઝ રાખી શકાય તેવી કેપેસિટી છે. અમદાવાદના રિઝનલ વેક્સિન કોલ સ્ટોરેજમાં વેક્સિન  રાખવામાં આવે તેમજ વેક્સિન રાખવા માટેના ડીપ ફ્રીઝ પણ PHC  સેન્ટર પર પોંહચાડવામાં આવ્યા છે. તેમજ નવા 50 આઇ.એલ.આર ફિઝ રીઝિયનલ સ્ટોર પર લાવવામાં આવ્યા છે.

વેક્સિન આપવા માટે ગુજરાતનાં આરોગ્ય વિભાગે આપેલી સૂચના પ્રમાણે 50થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા હોય તેમનો ડેટાબેઝ તૈયાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ડેટા બેઈઝ તૈયાર કરવા માટે 10થી 13 ડિસેમ્બરના રોજ મતદાન મથકના વિસ્તાર મુજબ વિવિધ સર્વે ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી વ્યકિતની ઉંમરથી લઈ તેનો મોબાઈલ નંબર સહિત, તે જો કોઈ પ્રકારના રોગથી પીડિત હોય તો એની પણ અલગથી નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

14થી 16 ડિસેમ્બર સુધીમાં બે અલગ પ્રકારના ડેટાબેઈઝ તૈયાર કરવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર હસ્તકના વિસ્તારો માટે રાજયના આરોગ્ય વિભાગ તરફથી કામગીરી કરવાનો આદેશ અપાયો છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…