બિપોરજોય વાવાઝોડાથી પાક નુકશાની, પશુપાલન અને મત્સ્યોદ્યોગમાં થયેલ નુકશાનીનો તાગ મેળવવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તા. ૨૩મી જૂને કચ્છ જિલ્લાની મુલાકાત લેશે. નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અંજાર અને ભુજ તાલુકાના પ્રભાવિત ગામોની પણ લેશે મુલાકાત
તાજેતરમાં જ ગુજરાત ઉપર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાના કારણે આઠ જિલ્લામાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્યોદ્યોગમાં નુકશાન ઉપરાંત પશુમૃત્યુ પણ નોંધાયા છે. આ કુદરતી આફતના કારણે ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને થયેલા આર્થિક નુકશાનમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા પાક નુકશાની અને પશુમૃત્યુ અંગેનો સર્વે શરૂ કરાયો છે.
ખાસ કરીને કચ્છ જિલ્લામાં પાક નુકશાની અને પશુપાલન ક્ષેત્રે નુકશાન થયું હોવાનું અનુમાન છે. જેથી રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવવા તેમજ સર્વે કામગીરીની સમીક્ષા માટે ૨૩મી જૂન, શુક્રવારના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ દરિયાકાંઠે માછીમારોને થયેલી નુકશાની અંગે પણ સમીક્ષા કરશે.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમની કચ્છ મુલાકાત દરમિયાન નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અંજાર અને ભુજ તાલુકાના પ્રભાવિત ગામોની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કરશે.
આ પણ વાંચો:સુરતમાં માતા-પિતા સાથે સૂતેલી માસૂમને ઉઠાવી ગયો હવસખોર, દુષ્કર્મ આચર્યા બાદ રડતી મૂકી ભાગ્યો
આ પણ વાંચો:બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ
આ પણ વાંચો:અમેરીકા જવા માગતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, અમદાવાદમાં USA ખોલશે કોન્સ્યુલેટ
આ પણ વાંચો:થરાદના ખેડૂતોએ 4થી5 વર્ષથી ઉછેરેલા દાડમનાં પાકમાં મોટું નુકસાન