Not Set/ જાણો કડી દારુકાંડ મામલે કેમ અને કોણે કર્યા વડાપ્રધાન મોદીને 2000થી વધુ ટ્વીટ…

કડી દારુકાંડમાં ફરિયાદી બાબતે પણ ઘણી ચર્ચા જોવામાં આવી રહી છે. ફરિયાદી મામલે પોલીસની ભૂમિકા શંકાસ્પ્રદ હોવાની લોકોમાં ચર્ચાએ પણ જોર પકડ્યું હોય તેવુ સામે આવી રહ્યું છે. અરે આ મામલો એટલો ગરમાયો છે કે, સ્થાનિક લોકો અને આગેવાનોએ આ મામલામાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ પોતે પણ વડનગરનાં છે તેમને 2000થી વધુ ટ્વીટ […]

Gujarat Others

કડી દારુકાંડમાં ફરિયાદી બાબતે પણ ઘણી ચર્ચા જોવામાં આવી રહી છે. ફરિયાદી મામલે પોલીસની ભૂમિકા શંકાસ્પ્રદ હોવાની લોકોમાં ચર્ચાએ પણ જોર પકડ્યું હોય તેવુ સામે આવી રહ્યું છે. અરે આ મામલો એટલો ગરમાયો છે કે, સ્થાનિક લોકો અને આગેવાનોએ આ મામલામાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ પોતે પણ વડનગરનાં છે તેમને 2000થી વધુ ટ્વીટ પણ કરી દીધા છે.

વાત જાણે એમ છે કે, મહેસાણામાં પોલીસ દ્વારા જ પોલીસ જાપ્તાનો  દારુ સગેવગે કરી વેચાણ કરવામાં આવતો હોવાનું કારસ્તા હાલ જ ખુલ્યું છે. PI સહિતનાં અનેક પોલીસ કર્મી આ મામલે ફરાર છે અને તેમને પકડવા અને આ મામલે તપાસ કરવા માટે SIT ની રચના પણ કરી દેવામાં આવી છે. અને આ જ દારુકાંડે મહેસાણા જીલ્લા SP નો પણ ભોગ લીધો છે અને SP મનિષ સિંહની બદલી પણ કરી દેવામાં આવી છે. ત્યારે પાડાનાં વાકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ કરી ફરી પોલીસ વિવાદમાં સપડાય હોવાનું જોવામાં આવી રહ્યું છે. 

જી હા, મહેસાણાના કડી પોલીસ સ્ટેશન દારૂ કાંડ મામલે કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફરજ બજાવતા પ્રહલાદ પટેલને આરોપી બનાવતા વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનિય છે કે, એક મહિના પહેલા પ્રહલાદ પટેલની બદલી થઈ ગયા બાદ તે વડનગરમાં ફરજ બજાવતા હતા. વડનગર નોકરી ઉપર હોવા છતાં દારૂ કાંડમાં આરોપી બનાવી દેવાયા હતા. ત્યારે કડીના અગ્રણીઓએ આ મામલે વડાપ્રધાનને 2 હજારથી વધુ ટ્વીટ કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.  અને સીબીઆઈ તપાસની માગણી કરી છે. માંગણી કરતા  જણાવ્યું છે કે, મોટી માછલીઓને બચાવવા નાના કર્મચારીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. દારૂ જેના મકાનમાંથી મળ્યો તે પોલીસ કર્મીને આરોપી નથી બનાવવામાં આવ્યો, પરંતુ નિર્દોષ પોલીસ કર્મીને ફસાવી ગુનેગારને બચાવવાનો ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….