ધરતીપુત્ર થયો દુ:ખી/ થરાદના ખેડૂતોએ  4થી5 વર્ષથી ઉછેરેલા દાડમનાં પાકમાં મોટું નુકસાન

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલા ભારે બિપરજોય વાવાઝોડા એ સૌથી વધુ નુકસાન ખેડૂતોને થવા પામ્યું છે જેમાં બાગાયતી પાક દાડમમાં સૌથી વધુ નુકસાન ખેડૂતને થવા પામ્યુ છે

Gujarat Others Trending

બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં બિપરજોય વાવાઝોડાએ મોટા પાયે તારાજી સર્જી ખેડૂતો ને પડતા પર પાટું મારી દાડમના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન સરકાર સર્વ કરી ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલા ભારે બિપરજોય વાવાઝોડા એ સૌથી વધુ નુકસાન ખેડૂતોને થવા પામ્યું છે જેમાં બાગાયતી પાક દાડમમાં સૌથી વધુ નુકસાન ખેડૂતને થવા પામ્યુ છે અને  ભોગવવાનો વારો પણ ખેડૂત ને  આવ્યો છે આ વર્ષે સતત કમોસમી વરસાદને લઈ ખેડૂતોના બાજરી જેવા અનેક પાકમાં  ભારે નુકસાન થયું હતું ત્યારે ખેડૂતોને હવે માત્ર દાડમના પાક ઉપર આશા હતી જે પાકને વાવાઝોડાએ વિનાશ કર્યો છે.

ખેડૂતોને દાડમના છોડનો ઉછેર  કરવામાં 4 થી 5 વર્ષ લાગે છે અને એક છોડ વરસે રૂપિયા 2 હજાર આસપાસની આવક આપે છે અને સરહદી થરાદ તાલુકો પશુપાલન અને ખેતી માથે નિર્ભર છે  ત્યારે  તૈયાર થયેલા પાકોમાં લાખો  રૂપિયાનું નુકસાન આવતાં ખેડૂત પાયમાલ બની ગયો છે.

જોકે બાગાયતી દાડમ વાવાઝોડાને લઈ મોટાભાગનો પાક નષ્ટ થઈ જવા પામે છે જે ખેડૂતો દર વર્ષે લાખો રૂપિયાનું દાડમના પાકમાંથી ઉત્પાદન લેતા હતા એ ખેડૂતોને વિનાશક વાવાઝોડાએ પાયમાલ કરી દીધા છે ખેડૂતોને આશા છે કે સરકાર દ્વારા યોગ સર્વે કરી બાગાયતી દાડમ પાકમાં થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને અમુક અંશે નુકસાનમાંથી રાહત થઈ શકે?

જો કે કુદરતી આપત્તિ સામે ખેડૂત લાચાર બની ગયો છે ત્યારે માત્ર ખેડૂતને હવે એક જ સરકાર ઉપર આશા છે જો સરકાર બાગાયતી પાકોમાં ખેડૂતને વળતર આપે તો કદાચ ખેડૂત બેઠો થઈ શકે દાડમના પાકમાં ભારે નુકસાનને હાલ તો ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો:બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાના

આ પણ વાંચો:સુરતમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

આ પણ વાંચો:મહેસાણામાં પરિણીતાને ભગાડી જવામાં મદદગારીની શંકામાં યુવક પર હુમલો

આ પણ વાંચો:આવકવેરા વિભાગની ધમધમાટી, વડોદરાના મોટો બે ગ્રુપ બોલાવ્યો સપાટો