@સંજય મહંત , સુરત.
સુરતમાં યુવક પર જાહેરમાં જીવલેણ હુમલો, અંગત અદાવતમાં લાકડા ફટકા મારી યુવકને અધમુઓ કર્યો, લોકોએ જોયો તમાશો..
સુરતના વેસુ વીઆઈપી રોડ વીઆઈપી કોમ્પલેક્ષની પાસે સર્વિસ રોડ પર રવિવારે મોડીસાંજે બાકડા પર બેઠેલા એક યુવકને 3 યુવકો લાકડાના ફટકાથી માર માર્યો હતો. લોકોના ટોળા એકત્ર થયા હતા છતાં યુવકને બચાવવા માટે કોઈ આગળ આવ્યું ન હતું ઉપરથી મુકપ્રેક્ષક બની લોકો તમાશો જોતા હતા.
સુરતના વેસુ વીઆઈપી રોડ વીઆઈપી કોમ્પલેક્ષની પાસે સર્વિસ રોડ પર મારામારીની ઘટના બની હતી. બાકડા પર બેસેલા યુવકને ૩ યુવકોએ લાકડાના ફટકાથી અને ઢીક્કા મુક્કીનો માર મર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. એક યુવકને 3 યુવકો લાકડાના ફટકાથી માર માર્યો હતો. લોકોના ટોળા એકત્ર થયા હતા છતાં યુવકને બચાવવા માટે કોઈ આગળ આવ્યું ન હતું ઉપરથી મુકપ્રેક્ષક બની લોકો તમાશો જોતા હતા.
બીજી તરફ એક જાગૃત નાગરીકે પોલીસને જાણ કરી હતી. આથી ખટોદરા પોલીસ ત્યાં દોડી આવી હતી. પોલીસ આવતાની સાથે સૂત્રધાર જીતુ નાયક ત્યાંથી ભાગી ગયો હતો. જયારે તેના બે સાગરિતો પકડાયા હતા. યુવકોનો ઝઘડો કયા કારણથી હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
