ધાનેરા,
ધાનેરાના તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સામે ગંભીર આક્ષેપ કરી સમગ્ર વિસ્તારના તલાટી કમ મંત્રીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમજ તલાટી કમ મંત્રીઓએ ટીડીઓ ને આવેદનપત્ર પણ આપવામાં આવ્યુ છે.
એકાએક તલાટી કમ મંત્રીઓ માસ સીએલ પર ઉતરી જતા તર્ક-વિતર્કો થવા લાગ્યા છે. ઉપરાંત તલાટીઓ લીધેલા નિર્ણયના પગલે સમગ્ર વિસ્તારની કામગીરી ઠપ થવાના એંધાણ દેખાઇ રહ્યા છે.
