સમગ્ર ગુજરાતમાં આ વખતે વરસાદ સારો રહ્યો છે. જો કે ઘણા વિસ્તારોમાં વરસાદે તાંડવા મચાવી લોકોની પરેશાનીમાં વધારો પણ કર્યો હતો. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો અહી પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે બનાશ નદીમાં નવા નીરની આવક થઇ છે. નદી બે કાંઠે વહી રહી છે, દરમિયાન રાંધનપુર અને સાંતલપુરને જોડતા કાંઠાનાં ગામમાં નદીનાં પાણી ફરી વળ્યા છે, જેથી તંત્ર દ્વારા લોકોને સાવધાની વર્તવાની તાકીદ કરવામાં આવી છે.
વીડિયોમાં આપ જોઇ શકો છો કે કેવી રીતે ગામનાં લોકો નદીને પાર કરી એક તરફથી બીજી તરફ જઇ રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને તાકીદ કરવામા આવી છે કે નદી જોખમી બની હોવાથી તેને પાર કરવાનો પ્રયત્ન ન કરે, તેટલુ જ નહી અહી તંત્ર દ્વારા સુચના આપતા લોકોને અવર-જવર ન કરવાના બોર્ડ પણ લગાવાયા છે. પરંતુ કોઇ અન્ય માર્ગ ન હોવાથી ગામનાં લોકો જીવનાં જોખમે નદી પાર કરી બીજી તરફ જવા મજબૂર બન્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
