Vadodara News/ ગંભીરા બ્રિજ તપાસમાં મહત્વપૂર્ણ નિર્ણય, તપાસ માટે ACBએ SITની કરી રચના

સરકારે ACB ને તપાસ કરવાની મંજૂરી આપીને એક ખાસ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. SIT ટીમમાં મકરંદ ચૌહાણ સહિત 6 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરા (Vadodara) માં ગંભીરા બ્રિજ (Gambhira Bridge) અકસ્માત (Accident) માં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની મિલકતની તપાસ માટે એક ખાસ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગના 4 સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ અને 1 નિવૃત્ત અધિકારીની મિલકતની પણ તપાસ કરવામાં આવશે. સરકારે ACB ને તપાસ કરવાની મંજૂરી આપીને એક ખાસ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. SIT ટીમમાં મકરંદ ચૌહાણ સહિત 6 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગંભીરા બ્રિજ અકસ્માતમાં 21 લોકોના મોત બાદ અધિકારીઓની તપાસ શરૂ થઈ ગઈ છે. ACB સમક્ષ અધિકારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. સહાયક ઇજનેર જે.વી. શાહ ACB સમક્ષ હાજર થયા હતા. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ યુ.સી. પટેલ અને આર.ટી. પટેલના નિવેદનો નોંધવામાં આવ્યા છે. અધિકારીઓની મિલકત અને આવક-ખર્ચની વિગતો મેળવવામાં આવશે. મિલકતની તપાસ અને નિવેદનો નોંધવાનું કામ શરૂ થઈ ગયું છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર એન.એમ. નાયકવાલાની પૂછપરછ માટે સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

ગંભીરા પુલ દુર્ઘટનામાં લટકેલા ટેન્કર અંગે માહિતી આપતાં આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ટેન્કરને નીચે ઉતારવાનું કામ કરશે. ટેન્કરને નીચે ઉતારવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવો ખતરનાક બની શકે છે. પોરબંદરની વિશ્વકર્મા કંપની ટેન્કરને નીચે ઉતારવામાં મદદ કરશે. ટેન્કરને નીચે ઉતારવાના મિશન માટે સિંગાપોરથી 3 એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા છે. ટેન્કરને નીચે ઉતારવાની પ્રક્રિયા રિગિંગ અને બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવશે. ટેન્કરને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં 6 થી 7 દિવસનો સમય લાગી શકે છે. સુરક્ષા કારણોસર મીડિયા સહિત અન્ય તમામ લોકોને પુલથી દૂર રહેવા કલેક્ટરે સૂચના આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20નાં મોત, બે હજી પણ ગુમ

આ પણ વાંચો:વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના પર ભાજપ નેતા ભુલ્યા ભાન, પૂલ તૂટવાની ઘટનાને ગણાવી કુદરતી

આ પણ વાંચો:ગંભીરા બ્રિજની ઘટના બાદ વડોદરામાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક