ગુજરાત/ જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 1 સિંહણ દ્વારા 5 સિંહબાળને જન્મ અપાયો

નાઇન સિંહણ અને એવન સિંહ બન્ને વર્ષો પહેલા સક્કરબાગમાં જન્મ્યા હતા.ખાસ કરીને એકી સાથે 5 સિંહ બાળનો જન્મ એ રેરેસ્ટ ઓફથી રેર કેસમાં ગણાય છે.

Gujarat
Untitled 275 જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 1 સિંહણ દ્વારા 5 સિંહબાળને જન્મ અપાયો

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલ ઉજવણીનો માહોલ  જોવા મળી રહ્યો છે  . સક્કરબાગ ઝૂમાં સિંહણે બાળ સિંહોને જન્મ આપ્યો છે. આ સમાચારને કારણે પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતા ઝૂ સ્ટાફના કર્મચારીઓ તેની ઉજવણી કરી રહ્યાં છે. જૂનાગઢ સક્કરબાગમાં અગાઉ 3 સિંહ બાળને જન્મ આપનાર ડી 9 સિંહણે વધુ 5 સિંહ બાળને જન્મ આપ્યો છે. આ સાથે સક્કરબાગમાં 1 વર્ષમાં જન્મનાર સિંહ બાળની સંખ્યા 24 એ પહોંચી છે. 1 વર્ષમાં એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ 9 સિંહને અન્ય સ્થળે મોકલાયા છે.

આ પણ વાંચો ;NCRB / ભારતમાં છેલ્લા 20 વર્ષમાં આટલા કસ્ટોડિયલ ડેથ,ગુજરાત ટોપ પર

 સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડી નાઇન સિંહણ અને એ વન સિંહના મેટીંગથી મંગળવારે વ્હેલી સવારે 5 સિંહ બાળનો જન્મ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડી નાઇન સિંહણે અગાઉ 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો. આમ,ડી નાઇન અત્યાર સુધીમાં 8 સિંહ બાળની માતા બની છે.

આ પણ વાંચો ;જમ્મુ-કાશ્મીર / બારામુલ્લામાં આતંકીઓએ CRPF પાર્ટી પર ગ્રેનેડથી કર્યો હુમલો, 2 જવાન સહિત 6 ઘાયલ

નાઇન સિંહણ અને એવન સિંહ બન્ને વર્ષો પહેલા સક્કરબાગમાં જન્મ્યા હતા.ખાસ કરીને એકી સાથે 5 સિંહ બાળનો જન્મ એ રેરેસ્ટ ઓફથી રેર કેસમાં ગણાય છે. એક વર્ષમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 24 સિંહ બાળનો જન્મ થયો છે. સામે એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ એક વર્ષમાં 6 સિંહ પટના અને 3 દિલ્હી મળી કુલ 9 સિંહોને અન્ય સ્થળે મોકલાયા છે