સુરત/ પલસાણામાં ગણપતિ આગમન પ્રસંગ માતમમાં ફેરવાયો

પલસાણામાં ગણપતિ આગમન પ્રસંગ માતમમાં ફેરવાયો હોવાની ઘટના સામે આવી છે. જણાવીએ કે, ડી.જેના તાલે નાચી રહેલા લોકોને ટેમ્પો ચાલકે અડફેટે લીધા હતા.

Gujarat Surat
Mantavyanews 8 3 પલસાણામાં ગણપતિ આગમન પ્રસંગ માતમમાં ફેરવાયો

Surat News: આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો વાજતેગાજતે બાપ્પાને ઘરે લાવી રહી રહ્યા છે. ત્યારે આવામાં પલસાણામાં ગણપતિ આગમન પ્રસંગ માતમમાં ફેરવાયો હોવાની ઘટના સામે આવી છે. જણાવીએ કે, ડી.જેના તાલે નાચી રહેલા લોકોને ટેમ્પો ચાલકે અડફેટે લીધા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે જયારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. આ રીતે ધાર્મિક પ્રસંગ ઘેરા શોકમાં ફેરવાયો હતો.

મળતી માહિતી અનુસાર, ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા હિટ એન્ડ રનની ઘટના બની હતી.ગણપતિ આગમનનો પ્રસંગ લોકોની સીસીયારીથી સમગ્ર માહોલ ગમગીન બન્યો છે. પલસાણા પોલીસે સમગ્ર ઘટના અંગે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો:મધ્ય ગજરાતમાં મહીસાગર નદી બની ગાંડીતૂર, પંચમહાલના શહેરા તાલુકામાં 40 લોકોનું રેસ્ક્યું

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ, સરદાર સરોવરમાંથી પાણી છોડતા અનેક જિલ્લાઓની વધી મુશ્કેલી

આ પણ વાંચો: ગણેશના ધડ સાથે માત્ર હાથીનું માથું જ કેમ જોડાયેલું છે, શું તમે જાણો છો આ રહસ્ય?

આ પણ વાંચો: આ છે ભગવાન ગણેશના મંત્ર, જાપ કરવાથી પણ દૂર થઈ શકે છે તમારી પરેશાનીઓ