Not Set/ ઉના/ સવારથી જ વાતાવરણમાં આવ્યો પલટો, આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના

એક તરફ ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો  દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજ્યનું વાતાવરણ પણ એકાએક પલટાયું છે. ઉનામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો નોંધાયો હતો. વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. ગઇકાલે ગીરમાં કમોસમી વરસાદ પડતા કેરીના પાકને નુકસાન પહોંચ્યું હતું. કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો […]

Gujarat Others
6db2c2baed3fb5d398d25af3de6780c1 ઉના/ સવારથી જ વાતાવરણમાં આવ્યો પલટો, આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના

એક તરફ ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો  દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજ્યનું વાતાવરણ પણ એકાએક પલટાયું છે. ઉનામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો નોંધાયો હતો. વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. ગઇકાલે ગીરમાં કમોસમી વરસાદ પડતા કેરીના પાકને નુકસાન પહોંચ્યું હતું.

કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ વાયરસના કારણે ગુજરાતમાં 3301 લોકો સુધી પહોચ્યો છે ત્યારે ગઈ કાલે રાજ્યના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આવનાર 29 એપ્રિલ સુધી હજુ કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

 સૌરાષ્ટ્રમાં રવિવારે અચાનક વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે. તો બીજી તરફ જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામે વૃક્ષ પર વીજળી પડતા એક મજૂરનું મોત નીપજ્યું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.