Not Set/ મિશનરીઝ શાળામાં આરટીઈ પ્રવેશનો મામલો, ખોટો મેસેજ મળતા વાલીઓ ભરાયા રોષે

વડોદરા મિશનરીઝ શાળાઓમાં RTIના પ્રવેશ મામલે વાલીઓને ખોટા મેસેજ મળતા વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ હોબાળો મચાવી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. મિશનરીઝ શાળાઓમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત બે મહિના વીત્યા બાદ પણ પ્રવેશ આપવામાં આવ્યો નથી. જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓના આરોપ છે કે આરટીઈ અંતર્ગત તેમના બાળકોને નીચલી કક્ષાના […]

Ahmedabad Top Stories Gujarat Trending
jitu1 congress files complaint against gujarat bjp chief jitu vagh 0 9 મિશનરીઝ શાળામાં આરટીઈ પ્રવેશનો મામલો, ખોટો મેસેજ મળતા વાલીઓ ભરાયા રોષે

વડોદરા

મિશનરીઝ શાળાઓમાં RTIના પ્રવેશ મામલે વાલીઓને ખોટા મેસેજ મળતા વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ હોબાળો મચાવી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. મિશનરીઝ શાળાઓમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત બે મહિના વીત્યા બાદ પણ પ્રવેશ આપવામાં આવ્યો નથી.

જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓના આરોપ છે કે આરટીઈ અંતર્ગત તેમના બાળકોને નીચલી કક્ષાના શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે અને કચેરી દ્વારા ખોટા મેસેજ કરી તેમને કચેરીએ બોલાવવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતુ.

જેના પગલે વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની બહાર હોબાળો મચાવ્યામાં આવ્યો હતો અને આ મુ્દ્દે આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે આ મેસેજ ભૂલથી ખોટો મોકલવામાં આવ્યો છે અને આગામી સમયમાં તેઓને નવા નિર્ણયનો મેસેજ મળી જશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે મિશનરીઝ શાળાઓને ૧૩ તારીખ સુધીની મુદ્દત આપવામાં આવી છે જો તેઓ કઈ નહિ કરે તો અમે એકશનમાં આવીશું