Not Set/ ટોયોટા Etios Livaનું નવું હેચબેક મોડલ ભારતમાં થયું લોન્ચ, જુઓ આ કારના શાનદાર ફિચર્સ

નવી દિલ્હી, અગ્રણી કાર નિર્માતા કંપની ટોયોટા દ્વારા Etios Livaનું નવું હેચબેક મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા મોડલનું નામ Dual-Tone Liva લિમિટેડ એડિશન રાખવામાં આવ્યું છે. Dual-Tone Liva મોડલ પેટ્રોલ અને ડીઝલ એમ બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે. કંપની દ્વારા Etios Livaના નવા હેચબેકના પેટ્રોલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત ૬.૫૦ લાખ જયારે ડીઝલ વેરિએન્ટની […]

Tech & Auto
hbg 1 mob ટોયોટા Etios Livaનું નવું હેચબેક મોડલ ભારતમાં થયું લોન્ચ, જુઓ આ કારના શાનદાર ફિચર્સ

નવી દિલ્હી,

અગ્રણી કાર નિર્માતા કંપની ટોયોટા દ્વારા Etios Livaનું નવું હેચબેક મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા મોડલનું નામ Dual-Tone Liva લિમિટેડ એડિશન રાખવામાં આવ્યું છે. Dual-Tone Liva મોડલ પેટ્રોલ અને ડીઝલ એમ બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે.

કંપની દ્વારા Etios Livaના નવા હેચબેકના પેટ્રોલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત ૬.૫૦ લાખ જયારે ડીઝલ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત ૭.૬૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે.

maxresdefault 1 ટોયોટા Etios Livaનું નવું હેચબેક મોડલ ભારતમાં થયું લોન્ચ, જુઓ આ કારના શાનદાર ફિચર્સ

માનવામાં આવી રહ્યું છે કે, ટોયોટા કંપનીની આગામી તહેવારોમાં પોતાનું વેચાણ વધારવા માટેની આ એક સ્ટ્રેટજી હોઈ શકે છે. Etios Livaના નવા મોડલમાં કરવામાં આવેલા ખાસ ફેરફારો અંગે વાત કરવામાં આવે તો, આ કારમાં ગ્રિલ અને ફ્રન્ટ બંપર પર રેડ એક્સેટસ આપવામાં આવ્યું છે. સાથે સાથે એમાં રેડ અને બ્લેક ટોનની સાથે સાથે સ્ટિકર્સ પણ અપાયા છે.

top feature2 ટોયોટા Etios Livaનું નવું હેચબેક મોડલ ભારતમાં થયું લોન્ચ, જુઓ આ કારના શાનદાર ફિચર્સ

આ ઉપરાંત Dual-Tone Liva મોડલમાં ૬.૮ ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અપાઈ છે, જે રિવર્સ કેમેરા માટે ડિસ્પ્લે તરીકે પણ કામ કરશે.

કારમાં આપવામાં આવેલી સેફટી ફિચર્સની વાત કરવામાં આવે તો, Dual-Tone Livaમાં ડ્યુઅલ એરબેગ, EBDની સાથે ABS અને ISOFIX ચાઈલ્ડ સીટ પણ અપાઈ છે.

આ લિમિટેડ એડિશન કારમાં ૧.૨ લીટર ૪-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે ૮૦ PSનો પાવર અને ૧૦૪ Nmનો ટોર્ક પેદા કરે છે, જયારે ૧.૪ લીટર ડીઝલ એન્જીન ૬૮ PSનો પાવર અને ૧૭૦ Nm ટોર્ક જનરેટ કરે છે.