PM Modi-Mumbai/ પીએમ મોદી મુંબઈને 38000 કરોડની યોજનાઓ આજે ભેટ આપશે

મુંબઈમાં લગભગ 38,800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવા વડાપ્રધાન આજે મુંબઈ પહોંચશે. તેઓ મુંબઈ મેટ્રોની બે લાઈનોનું ઉદઘાટન કરશે અને મેટ્રો રાઈડનો આનંદ પણ માણશે.

Top Stories India
PM Modi-Mumbai
  • મેટ્રોની બે નવી લાઇનોનું લોકાર્પણ કરશે
  • વડાપ્રધાને 2015માં પોતે મેટ્રોની બે નવી લાઇનોનો શિલાન્યાસ કર્યો હતો
  • બાલાસાહેબ ઠાકરેના નામના આપલા દવાખાનાનું પણ પીએમ ઉદઘાટન કરશે

PM Modi-Mumbai વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર મુલાકાત માટે મુંબઈ પોલીસે ઝીણવટભરી સુરક્ષા વ્યવસ્થા કરી છે. PMની સુરક્ષા માટે મુંબઈ પોલીસે તેના 4,500 કર્મચારીઓને પશ્ચિમી ઉપનગરોમાં તૈનાત કર્યા છે. મુંબઈ પોલીસે વડા પ્રધાનની PM Modi-Mumbai મહારાષ્ટ્રની મુલાકાત પહેલાં રાજ્ય અનામત પોલીસ દળ (એસઆરપીએફ) ની ચાર એકમો અને એન્ટી રાયોટ સ્ક્વોડ અને રેપિડ એક્શન ફોર્સની એક-એક યુનિટ તૈનાત કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માતઃ 13ના મોત, 24 ઘાયલ

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે 19 જાન્યુઆરીએ એટલે કે આજે વડાપ્રધાનને ધ્યાનમાં રાખીને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પીએસ, અંધેરી પોલીસ સ્ટેશન, મેઘવાડી પોલીસ સ્ટેશન, જોગેશ્વરી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં કોઈપણ ડ્રોન, પેરાગ્લાઈડર, રિમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફ્ટ ફ્લાઈંગ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ આદેશ આજે બપોરે 12 વાગ્યાથી 11 વાગ્યા સુધી લાગુ રહેશે.

મુંબઈને 38 હજાર કરોડની ભેટ

મુંબઈમાં લગભગ 38,800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવા વડાપ્રધાન આજે મુંબઈ પહોંચશે. તેઓ મુંબઈ મેટ્રોની બે લાઈનોનું ઉદઘાટન કરશે અને મેટ્રો રાઈડનો આનંદ પણ માણશે. નોંધનીય છે કે સીમલેસ અર્બન મોબિલિટી પ્રદાન કરવા માટે તેઓ લગભગ રૂ. 12,600 કરોડની કિંમતની મુંબઈ મેટ્રો રેલ લાઇન્સ 2A અને 7 રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાને 2015માં આ લાઈનોનો શિલાન્યાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટ ગુજરાતમાં નકલી એન્કાઉન્ટર કેસને લગતી અરજી પર કરી સુનાવણી કરતા કહ્યું…

અનેક પ્રોજેક્ટ શરૂ કરશે

મુંબઈમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના પ્રયાસરૂપે, PM 20મા હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું પણ ઉદઘાટન કરશે. PMOના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પહેલ લોકોને સ્વાસ્થ્ય તપાસ, દવાઓ, ટેસ્ટ અને ડાયગ્નોસ્ટિક્સ જેવી આવશ્યક તબીબી સેવાઓ સંપૂર્ણપણે મફતમાં પૂરી પાડે છે. વડા પ્રધાન મુંબઈમાં ત્રણ હોસ્પિટલો – 360 બેડની ભાંડુપ મલ્ટિસ્પેશિયાલિટી મ્યુનિસિપલ હોસ્પિટલ, 306 પથારીની સિદ્ધાર્થ નગર હોસ્પિટલ, ગોરેગાંવ (વેસ્ટ) અને 152 બેડના ઓશિવારા મેટરનિટી હોમના પુનર્વિકાસ માટે પણ શિલાન્યાસ કરશે. આ સાથે તેઓ અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

આ પણ વાંચોઃ

અમૃતસરમાં ફલાઇટ નિર્ધારિત સમય પહેલા ઉડાન ભરતા 35 મુસાફરો એરપોર્ટ પર જ અટવાયા

ન્યુઝીલેન્ડના PM જેસિન્ડા આર્ડર્ન રાજીનામું આપશે! આવતા મહિને રાજીનામું આપવાની કરી જાહેરાત