road accident/ મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માતઃ 13ના મોત, 24 ઘાયલ

મહારાષ્ટ્રમાં મુંબઈ-ગોવા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રકની ટક્કરને કારણે તેમાં સવાર 13 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. આ ઘટના રાયગઢના માનગાંવના રોપોલીમાં બની હતી.

Top Stories India
Road accident
  • કાર અને ટ્રક વચ્ચે થઈ ટક્કર
  • મૃતકોમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ
  • રાયગઢના માનગાંવના રોપોલીમાં બની ઘટના

Road accident મહારાષ્ટ્રમાં મુંબઈ-ગોવા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. Road accident કાર અને ટ્રકની ટક્કરને કારણે તેમાં સવાર 13 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. આ ઘટના રાયગઢના માનગાંવના રોપોલીમાં બની હતી.

Road accident એટલો ભયાનક હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા. ટ્રક અને કાર સામસામે અથડાતા જ કાર સંપૂર્ણ ફંગોળાઈ ગઈ હતી અને નુકસાન થયું હતું અને કારમાં સવાર લોકોના મોત થયા હતા. વહેલી સવારે થયેલા અકસ્માતની વિગતો હજી મેળવાઈ રહી છે. માનવામાં આવે છે કે ધુમ્મસના લીધે બંને વાહનો એકબીજાને જોઈ ન શકતા અકસ્માત થયો હતો.

આ પણ વાંચોઃ  સુપ્રીમ કોર્ટ ગુજરાતમાં નકલી એન્કાઉન્ટર કેસને લગતી અરજી પર કરી સુનાવણી કરતા કહ્યું…

ઉલ્લેખનીય છે કે ભારતમાં 2021માં ધુમ્મસભર્યા વાતાવરણ અને ધૂંધળા વાતાવરણના લીધે થયેલા માર્ગ અકસ્માતમાં કુલ 13,372 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 25,360 લોકો ઇજા પામ્યા હતા. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોઈએ તો ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 3,782એ જીવ ગુમાવ્યા હતા. જ્યારે બિહારમાં 1,800 અને મધ્યપ્રદેશમાં 1,233 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સીઝન દરમિયાન ગોવા, આંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વીપ ટાપુઓએ કોઈ અકસ્માતના લીધે કોઈ મોત નોંધાવ્યા ન હતા.

રોડ એક્સિડન્ટ્સ ઇન ઇન્ડિયાના ટાઇટલ સાથેનો અહેવાલ ભારતના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમા ઉત્તરપ્રદેશમાં દસ લાખથી વધુ વસ્તીવાળા છ શહેરોએ સૌથી વધુ જાનહાનિ આ અકસ્માતમાં નોંધાવી હતી.

આ પણ વાંચોઃ  અમૃતસરમાં ફલાઇટ નિર્ધારિત સમય પહેલા ઉડાન ભરતા 35 મુસાફરો એરપોર્ટ પર જ અટવાયા

કાનપુરે સૌથી વધુ 173 લોકોના મોત સાથે ટોચ પર હતું. જ્યારે આગ્રા 108 મોત સાથે પછીના ક્રમે હતું. પ્રયાગરાજમાં 97, ગાઝિયાબાદમાં 91, લખનઉમાં 67 તથા વારાણસીમાં 56 અકસ્માત મોત નોંધાયા હતા. બિહારમાં પટણા શહેરે પણ 56 મોત નોંધાવ્યા હતા. દિલ્હીએ આવા આઠ મોત નોંધાવ્યા હતા. આ પ્રકારના અકસ્માત મોતની ઘટનાઓ શિયાળામાં નોંધાય છે. તેના લીધે આ મહિનાઓમા મૃત્યુદર પણ ઊંચો હોય છે. તેથી અહીં વધારે જાગૃતિ અને અગમચેતીની જરૂર છે.

આ પણ વાંચોઃ

રાજકોટની ઘટના બાદ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળામાં વિધાર્થીઓ કોઇપણ કલરના સ્વેટર કે જેકેટ પહેરીને આવી શકે છે,

ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વચ્ચે અનેક શહેરમાં તાપમાન શૂન્ય,હવામાન વિભાગે કરી આ આગાહી