Gujarat election 2022/ ગુજરાતમાં ભાજપને ઘેરવા માટે કોંગ્રેસ આજે જાહેર કરશે આરોપનામું

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુંગલ વાગી ચૂક્યું છે, તમામ રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. આ મામલે કોંગ્રેસે સત્તાપક્ષને ઘેરવા માટે  નવી રણનીતિ અપનાવી છે

Top Stories Gujarat
1 57 ગુજરાતમાં ભાજપને ઘેરવા માટે કોંગ્રેસ આજે જાહેર કરશે આરોપનામું
  • આજે પ્રદેશ કોંગ્રેસ જાહેર કરશે આરોપનામુ
  • ગુજરાત કોંગ્રેસ ચૂંટણીમાં આક્રમક પ્રચાર કરશે
  • કોંગ્રેસ બહાર પાડશે ભાજપ સામે આરોપનામું
  • લઠ્ઠાકાંડ, મોરબી બ્રિજ,હત્યાઓ,સને કૌભાંડો સાથેનું આરોપનામું
  • કોંગ્રેસ આ મુદ્દાને પણ ચૂંટણી પ્રચાર માં જોડીને ભાજપને ઘેરશે
  • કોંગ્રેસ પ્રચાર માં નેતાઓ આરોપનામાં પણ કરશે રજૂ
  • ચાર શહેરોમાં આરોપનામું જાહર કરશે કોંગ્રેસ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુંગલ વાગી ચૂક્યું છે, તમામ રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. આ મામલે કોંગ્રેસે સત્તાપક્ષને ઘેરવા માટે  નવી રણનીતિ અપનાવી છે. આ 15મી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અગ્રેસર રીતે આક્રમણ પ્રચાર સાથે ઉતરવાનું નક્કી ક્યું છે. આ રણનીતિ અંતર્ગત કોંગ્રેસ ભાજપ સામે આરોપનામું બહાર પાડશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 27 વર્ષથી રાજયમાં ભાજપની સત્તા છે. જેના લીધે કોંગ્રેસે આરોપનામું તૈયાર કર્યું છે,જેમાં લઠ્ઠાકાંડ, મોરબી બ્રિજ,હત્યાઓ,સાથે અનેક કૌભાંડો અંગે એક આરોપનામું તૈયાર કર્યુે છે.જે કોંગ્રેસ જાહેર કરશે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસબાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ત્રિપાંખિયો જંગ થશે . કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત ભાજપ પણ હાલ પ્રચાર અર્થે મજબૂત રણનીતિ બનાવી રહી છે. વિધાનસબાની ચૂંટણી 1 અને 5 ડિસે્મ્બરે યોજાવવાની છે. જેનું પરિણામ 8 ડિસ્મ્બરે આવશે.