Gujarat Assembly Election 2022/ આદિવાસી બહુલ્ય વિસ્તાર દાહોદમાં આ વખતે કોને મળશે જનતાના આશીર્વાદ, શું ભાજપ પલટો કરી શકશે?

દાહોદ વિધાનસભા બેઠક દાહોદ જિલ્લા અને દાહોદ લોકસભા બેઠક હેઠળ આવે છે. દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકો આવેલી છે.

Gujarat Gujarat Assembly Election 2022 Others
દાહોદ

લાંબા સમય બાદ એવું જોવા મળી રહ્યું છે કે કોઈ રાજ્ય અને આખા દેશની ચૂંટણી પર સૌની નજર છે. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતની ચૂંટણીની. જેમ જેમ ગુજરાત વિધાનસભા નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પંડિતો પોતપોતાની રીતે જીત-હારની આગાહી કરી રહ્યા છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાં દાહોદ બેઠક અત્યંત રસપ્રદ બની છે. અત્યારે આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે પરંતુ આ વખતે ટેબલો પલટાય તેવી શક્યતા છે. આવો, સમજીએ કે આદિવાસી બહુલ્ય બેઠક પર ચૂંટણીના સમીકરણ શું કહે છે?

દાહોદ વિધાનસભા બેઠક દાહોદ જિલ્લા અને દાહોદ લોકસભા બેઠક હેઠળ આવે છે. દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં સંતરામપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારીયાનો સમાવેશ થાય છે.

આ વિધાનસભા મત વિસ્તારમાં સ્માર્ટ સિટી દાહોદ અને દાહોદ અને ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિવિધ ગામોનો સમાવેશ થઇ રહ્યો છે. તેમજ ચોસલા, ખરોડા, છયાન, ભાથીવાડા, સાકરદા, ખરોડ, રેન્ટિયા, ખોડવા, જેકોટ, રામપુરા, બોરવાણી, ખજુરી, છાપરી, ઉસરવાન, ડેલસર, રાજપુર, ખરેડી, રાનાપુર બુજાર્ગ, રાણાપુર ખુર્દ, નવાગામ, રાવલી ખેડા, સહિતના ગામનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ પાર્ટીનો ગઢ છે આ બેઠક

દાહોદ બેઠકના અત્યાર સુધીના પરિણામો પર નજર કરીએ તો આ બેઠક કોંગ્રેસ પક્ષનો ગઢ રહી છે. 1968માં યોજાયેલી ચૂંટણી બાદ ભાજપ અહીં માત્ર ત્રણ વખત જીતી શકી છે. 2017ની ચૂંટણીમાં પણ અહીંથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા. આદિવાસીઓની બહુમતી હોવાને કારણે આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો જોર લગાવી રહ્યા છે. આ સાથે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) પણ પ્રયાસો કરી રહી છે. આ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક નેતાઓની જાહેર સભાઓ થઈ છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મોટો બદલાવ આવી શકે છે.

આદિવાસી મતદારોને રીઝવવાના પ્રયાસો ચાલુ છે

વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો આદિવાસી મતદારોને રીઝવવાના તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આ વિસ્તારમાં આશરે 2.5 લાખ મતદારો છે, જેમાં ST સૌથી વધુ 70 ટકા અને SC 2.68 ટકા છે. ગત વખતે એટલે કે 2017માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ બેઠક જીતી હતી. INCના પનાડા વજેસિંગભાઈ પારસિંગભાઈ 15503 મતોની સરસાઈથી જીત્યા. ભાજપના કિશોરી કનૈયાલાલ બચુભાઈ 64,347 મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની મતગણતરી 8 ડિસેમ્બર, 2022ના રોજ સવારે 8 વાગ્યે શરૂ થશે. દાહોદ વિધાનસભાની ભૌગોલિક પરિસ્થિતિ પર નજર કરીએ તો આ વિસ્તારના અનેક વિસ્તારો જંગલમાં આવે છે. આજે પણ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ખેડૂતોને સિંચાઈનું પાણી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સિવાય રોજગારની સમસ્યા ખૂબ મોટી છે.

દાહોદમાં મતદારોનો મિજાજ કંઇક અનોખો જ જોવા મળે છે. અહીં ઉપર અને નીચે અલગ અલગ પક્ષનો દબદબો જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ છે. જિલ્લા પંચાયતમાં ભાજપે ઘણા વર્ષો શાસન કર્યું છે. થોડા સમય માટે કોંગ્રેસને સુકાન મળ્યું હતું પણ ફરીથી પંચાયત ભાજપની પાસે છે. આ ઉપરાંત દાહોદ, દેવગઢ બારીઆ અને ઝાલોદ એમ ત્રણ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે. ઝાલોદ નગરપાલિકા પર થોડા સમય માટે કોંગ્રેસનું શાસન હતું પરંતું પણ હવે ભાજપના કબજામાં છે.

દાહોદ બેઠક પર સામાન્ય રીતે કોંગ્રેસનો દબદબો રહ્યો છે. અહીં અત્યાર સુધીના ઇતિહાસની વાત કરીએ તો વિધાનસભામાં કોંગ્રેસ વધુ વખત જીત્યું છે જ્યારે ભાજપને માત્ર ત્રણ વખત જ જીત મળી છે.  ભાજપ જીત માટે તો કોંગ્રેસ પોતાની સીટ બચાવવા પ્રયાસ કરી રહ્યું છે એવામાં આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો પણ પોતાની તાકાત બતાવવા જઇ રહ્યા છે. આ સંજોગોમાં આ બેઠક પર આદિવાસી મતદારોને જે રિઝવી શકશે એ જ બાજી મારી શકે એમ છે.

આ પણ વાંચો:2012માં અસ્તિત્વમાં આવ્યું હતું ઘાટલોડિયા, આ બેઠકે ગુજરાતને આપ્યા બે મુખ્યમંત્રી

આ પણ વાંચો:અમરાઈવાડી વિધાનસભા બેઠક, શું ભાજપનો વિજય રથ રોકી શકશે કોંગ્રેસ!

આ પણ વાંચો:ગુજરાતની ચૂંટણી બાદ ભાજપની નજર દક્ષિણ પર, જાણો શું છે પ્લાન