Gujarat/ પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દિકરીને પોર્ટુગલથી સહી સલામત ગુજરાત પરત લવાઈ,રાજ્ય સરકારની મહેનત લાવી રંગ

ગુજરાતના વતની  અશોકભાઇ ચૌહણે રાજ્યના ગૃહ અને એન.આર.જી.મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી

Top Stories Gujarat
1 19 પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દિકરીને પોર્ટુગલથી સહી સલામત ગુજરાત પરત લવાઈ,રાજ્ય સરકારની મહેનત લાવી રંગ

રાજ્યની બહેન-દિકરીઓને સુરક્ષિત રાખવા અને તેમને પડતી મુશ્કેલીઓનું ત્વરિત નિરાકરણ લાવવા રાજ્ય સરકાર સતત ચિંતિત છે. પોર્ટુગલ ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દિકરીને સહી સલામતરીતે ગુજરાત પરત લવાઈ છે.ગુજરાતના વતની  અશોકભાઇ ચૌહણે રાજ્યના ગૃહ અને એન.આર.જી.મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી કે, તેમની દિકરી શ્રીમતિ જિનલબેન રાહુલકુમાર વર્મા તેમના પતિ સાથે પોર્ટુગલ ખાતે વસવાટ કરે છે અને તેના પતિ દ્વારા તેમની દીકરીને શારિરીક અને માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. એટલુ જ નહિ, આ દિકરીને પતિ દ્વારા નજર કેદમાં રાખીને હેરાન પરેશાન કરી દેવામા આવી છે. તેથી દિકરીને સહી સલામત ગુજરાત પરત લાવવા રજૂઆત કરી હતી.

1 20 પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દિકરીને પોર્ટુગલથી સહી સલામત ગુજરાત પરત લવાઈ,રાજ્ય સરકારની મહેનત લાવી રંગ

આ રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના સંવેદનશીલ ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ આ દિકરીને ત્વરિત ગુજરાત લાવવા કાર્યવાહી કરવા કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી જરૂરી સહયોગ આપવા વિનંતી કરી હતી. જેના પરિણામે પોર્ટુગલથી ગુજરાતની દિકરીને સહી સલામતરીતે ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. દિકરીના પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

અરજદાર દ્વારા જણાવ્યાનુસાર તેઓની પુત્રીના પાસપોર્ટ સહિતના કાગળો તેણીના પતિ પાસે હોવાથી દિકરીને હેરાન કરવામાં આવતી હતી. આ અંગે અરજદારને ગૃહ રાજ્યમંત્રી દ્વારા રૂબરૂમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ અરજદારની રજુઆત બિન નિવાસી ગુજરાતી પ્રભાગની કચેરી દ્વારા પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી હેતુ ઇમેઇલથી મોકલી આપવામાં આવી હતી અને પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીના તા.૧૪/૮/૨૦૨૩ના ઇમેઇલથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા હકારાત્મક પ્રત્ત્યુતર મળ્યો હતો.આ સંદર્ભે અરજદારશ્રીના તા.૨૪/૦૮/૨૦૨૩ના ઇમેઇલથી તેઓની રજુઆત પરત્વે તેઓની દીકરી હેમખેમ ગુજરાત પરત આવી ગઈ હોવાથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ ત્વરિત કામગીરીને પરિણામે મળેલ સફળતાપૂર્વકની કામગીરી માટે અરજદારશ્રી દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે.