Not Set/ રાજકોટ: બેકાબુ કાર બે બાઈકને હડફેટે લઇ ઘુસી પેટ્રોલ પંમ્પમાં

રાજકોટ, રાજકોટના કાલાવડ રોડ પર આજ સવારે એક કારનો બે બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં GJ 3 HK 2544 નંબરની હોન્ડા સિટી કાર પરથી ડ્રાઈવરનો કાબુ ગુમાવતાં કાર બેકાબુ બની હતી અને બે ગાડીઓને હડફેટે લીધી હતી. આ ઘટના દરમિયાન એક વિચિત્ર ઘટનાં પણ ઘટી હતી કે તે જ કાર ત્યારબાદ પેટ્રોલપંપમાં ઘુસી ગઈ […]

Top Stories Rajkot Gujarat
2018 5largeimg24 Thursday 2018 133130215 રાજકોટ: બેકાબુ કાર બે બાઈકને હડફેટે લઇ ઘુસી પેટ્રોલ પંમ્પમાં

રાજકોટ,

રાજકોટના કાલાવડ રોડ પર આજ સવારે એક કારનો બે બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં GJ 3 HK 2544 નંબરની હોન્ડા સિટી કાર પરથી ડ્રાઈવરનો કાબુ ગુમાવતાં કાર બેકાબુ બની હતી અને બે ગાડીઓને હડફેટે લીધી હતી. આ ઘટના દરમિયાન એક વિચિત્ર ઘટનાં પણ ઘટી હતી કે તે જ કાર ત્યારબાદ પેટ્રોલપંપમાં ઘુસી ગઈ હતી.

આ દુર્ઘટનામાં કોઈને જાનહાની નથી થઈ, પરંતુ પેટ્રોલપંપ અને બંને ગાડીઓને ભયાનક નુકસાન થયું છે.

આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેમાં સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે કે આ કાર બેકાબુ બની પેટ્રોલ પંપમાં ઘુસી ગઈ હતી અને ફયુલ મીટર ઉખાડી તેમાં ધસી આવી હતી.

આ ઘટના ઘટતા પોલીસે સમગ્ર બાબત અને સીસીટીવી ના આધારે વધારાની તપાસ હાથ ધરી છે. જાણવામાં આવી રહ્યું છે કે આ કાર માલિક દિલ્લીના રહીશ છે.