સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઘમઘમ. આ પંક્તિ આપણે સાંભળી જ હશે. પરંતુ શિક્ષક, શિક્ષક નહી પરંતુ હેવાન બની જાય તો વિદ્યાર્થીઓ કરે શું. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારનો. અમદાવાદની ચાંદલોડિયા વિસ્તારની શક્તિ સ્કૂલમાં શિક્ષિકાએ પાંચ વર્ષના બાળકને લાકડીથી ફટકાર્યો, કારણ માત્ર એટલુ જ વિદ્યાર્થીને વાંચતા આવડતુ ન હતું.
ઘટનાને પગલે વાલીઓએ શાળમાં રજૂઆત કરતા શિક્ષિકાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ભાઈલાલભાઈ મકવાણાના સાડા પાંચ વર્ષનો પુત્ર ચાંદલોડિયા બ્રિજ પાસે આવેલી શક્તિ સ્કૂલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. ગઈકાલે શુક્રવારે તેમનું બાળક સ્કૂલે ગયું હતું. ત્યારે બાળકને વાંચતા-લખતા આવડતું નથી તેમ કહી શિક્ષીકાએ લાકડી વડે માર માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
મારા દિકરાને તાવ આવી ગયો- વાલી
મારો બાળક શક્તિ સ્કૂલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. તને વાંચતા આવડતુ નથી. તને કંશું જ આવડતુ નથી તેમ કહીને કલ્પનાબેન પટેલ દ્વારા લાકડીથી માર મારવામાં આવ્યો. તેના પગમાં સોજા ચઢી ગયા હતા. આખી રાત તેને તાવ હતો.
પહેલા તો શાળાએ અમારી વાત જ ન સાંભળી- વાલી
કલ્પના બેન દ્વારા છેલ્લા એક મહિનાથી માર મારવામાં આવતો હતો પરંતુ અમે કોઇ ફરિયાદ કરી ન હતી. પરંતુ આ વખતે ઢોરમાર મારતા પગમાં સોજો આવી ગયો. બાળકે ફરિયાદ કરી, તથા મારી પત્ની દ્વારા પણ શાળઆમાં રજૂઆત કરવામાં આવી પરંતુ કોઇએ સાંભળ્યુ જ નહી. જો કે ઘટનાને પગલે અન્ય વાલીઓ પણ શાળામાં ભેગા થઇ ગયા હતા અને શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી કરવાનીમાંગ કરી હતી જો કે વાલીએ પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી હતી..
ફરી ક્યારેય આવી ઘટના નહી બને- શાળા સંચાલક
વાલીઓએ શાળાના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી તેમજ સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા. ઘટનાને પગલે શાળા પ્રશાસને ગંભીરતા દાખવી અને શિક્ષિકાને સસ્પેન્ડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ભવિષ્યમાં પણ આવી ઘટના નહી બને તેની બાંહેધરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો:યે આગ કબ બુજેગી/રિવાબા સાંભળો…..ઓકાત શબ્દથી પરિવારમાં નારાજગી : મેયર બીનાબેન
આ પણ વાંચો:Surat/સુરતમાં વધુ એક વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી થયું મોત, પરિવારજનોમાં દુઃખ
આ પણ વાંચો:લૂંટનો ભેદ ઉકેલાયો/ભાવનગર કરમડિયા લૂંટનું પ્લાનિંગ જાણી તમે પણ ચોંકી જશો