Not Set/ વડોદરામાં ઓમિક્રોનની એન્ટ્રી, નોંધાયા 7 પોઝીટીવ કેસ

વડોદરાની સિગ્નસ સ્કૂલના ધોરણ. 6નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થી વિશે જાણવા મળી રહ્યું છે કે તે ઓમીક્રોનગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યો હતો

Gujarat Vadodara
Untitled 60 વડોદરામાં ઓમિક્રોનની એન્ટ્રી, નોંધાયા 7 પોઝીટીવ કેસ

ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ ખતરનાક ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. વડોદરામાં ઓમિક્રોનના નવા 7 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોનાના ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. જેમાં ટોટલ ઓમિક્રોન કેસની સંખ્યા 10  નોંધાઈ.જેમના  પગલે રાજ્યમાં ઓમિક્રોનના કેસ ૩૦ થયા જેમાં હાલ25 દર્દીઓ હાલ સારવાર હેઠળ નોંધાયા છે.

આ પણ વાંચો:Tamil Nadu / સરકારે રાજીવ ગાંધી કેસની દોષી નલિની શ્રીહરનના પેરોલ મંજૂર કર્યા

આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ વડોદરામાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. વડોદરાની સિગ્નસ સ્કૂલના ધોરણ. 6નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થી વિશે જાણવા મળી રહ્યું છે કે તે ઓમીક્રોનગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યો હતો. વિધાર્થીને 16 ડિસેમ્બરે કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે હવે 24 ડિસેમ્બર સુધી ધો.6ના વર્ગના ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે. શહેરમાં 5 દિવસમાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષિકા કોરોનાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.

આ પણ વાંચો:ગુજરાત / વૈષ્ણોદેવી ખાતે ઊંઝાના 600 યાત્રાળુ ફસાયા

કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોના પગલે વડોદરામાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 21 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે. કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોમાં જાહેરનામનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શહેરમાં હવે જાહેર સ્થળો પર સભા કરવી, સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.