દારૂ ઝડપાયો/ પ્રાંતિજમાં 44 લાખના દારૂ સાથે 70 લાખનો મુદ્દામાલ કબજે

પ્રાંતિજ ટોલનાકા પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ માહિતીને આધારે દારૂ ના જત્થા સાથે ટ્રાક ઝડપી લીધો હતો

Gujarat Others
દારૂ

પ્રાંતિજ ટોલનાકા પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ માહિતીને આધારે દારૂ ના જત્થા સાથે ટ્રાક ઝડપી લીધો હતો. પોલીસે 44.56 લાખના વિદેશી દારૂ સાથે 69.85લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર ચાર આરોપીની શોધ હાથ ધરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી કે અમદાવાદ હિંમતનગર હાઈવે પરના પ્રાંતિજ ટોલ નાકા પાસેથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો છે. જેને આધારે પોલીસે 19 ડિસેમ્બરની મોડી રાત્રે અહીં જાળ બિછાવીને ટ્રક ઝડપી લીધો હતો. ટ્રાકમાંથી પોલીસને રૂ.44,56,875 ની કિંમતની 11,885 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અપરાંતબે વાહનો, પાંચ મોબાઈલ અને રોકડ

રકમ મળીને કુલ રૂ.69,85,075 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.

આ સંદર્ભે પોલીસે રાજસ્થાનના કૈલાશ એન.ભાટીયા, મહેન્દ્ર ઉર્ફે જેકી એમ.ડાંગી અને રામલાલ એસ.મીણાની ધરપકડ કરી હતી. જ્યારે રાજસ્થાનના સુનિલ એમ.દરજી, ભરત ડાંગી તથા અન્ય બે ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આરોપીઓ દારૃનો આ જથ્થો કોને પહોંચાડવાના હતા તેની પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: