Jamnagar/ કોરોનાના કહેર વચ્ચે હવે આ બીમારીથી થયા બે બાળકોના મોત….

ઝેરી તાવને કારણે જામનગર શહેરમાં એક પરિવારના બે સગા ભાઈઓના ચાર દિવસના ગાળામાં મૃત્યુ

Top Stories Gujarat Others
shiv ji 17 કોરોનાના કહેર વચ્ચે હવે આ બીમારીથી થયા બે બાળકોના મોત....

@સલમાન ખાન, જામનગર.

એક તરફ જામનગર સહિત રાજ્ય માં કોરોનાએ અજગરી ભરડો લીધો છે.   ત્યાં બીજી બાજુ ઝેરી તાવને કારણે જામનગર શહેરમાં એક પરિવારના બે સગા ભાઈઓના ચાર દિવસના ગાળામાં મૃત્યુ નીપજતા પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઝેરી તાવને કારણે બંને બાળકોના મોત થતા તબીબો દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

જામનગર શહેરના મહેશ્વરીનગરમાં બે સગાભાઈઓના ઝેરી તાવની બીમારી ને લીધે એક બાદ એક એમ બન્ને બાળકોના મોત થતા તબીબો દ્વારા આ મામલે ઝીણવટપુર્વેકની તપાસ કરાઈ રહી છે. એક જ પરિવારના બે સગા ભાઈના માત્ર ચાર દિવસના ગાળામાં જ ઝેરી તાવના કારણે મૃત્યુ થયાનું બહાર આવતા મહેશ્વરીનગર વિસ્તારમાં ભારે અરેરાટી મચી ગઇ છે. માત્ર બે વર્ષના માસુમ બાળકને તાવ આવ્યા બાદ ગત તા. 21 ના રોજ તેનું મૃત્યુ નિપજયું હતું. અને પરિવારમાં હજુ શોકનું વાતાવરણ હતું ત્યા જ મોતને ભેટનાર 10 વર્ષનો બીજો ભાઇ પણ ગઇકાલે ઝેરી તાવના કારણે મૃત્યુ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

પ્રથમ બે વર્ષના આર્યન પ્રકાશભાઈ વિઝોડાને તાવ આવ્યા બાદ જામનગર ની જી.જી. હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો.  ત્યાં ગત તા. 21 ના રોજ તેનું મૃત્યુ થયા બાદ 10 વર્ષના મોટા પુત્ર ધનરાજ પ્રકાશભાઇ વિંજોડાને પણ તાવ આવતા તેને પણ જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને ગઇકાલે તેનું મૃત્યુ થયું હતું.

આ મામલે જામનગર જી.જી. હોસ્પીટલના વડા ડો.દિપક તિવારી સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે બન્ને બાળકોને અમારા દ્વારા આપવી જોઈતી એ તમામ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. પણ આ દુખદ ઘટના ઘટી તેનું અમને પણ દુખ છે. આ વિસ્તારમાં પાણી જન્ય રોગ ફેલાઈ રહ્યો હોય તેના કારણે આવું બન્યું હોય શકે છે. જો કે તે તપાસનો વિષય છે. વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે આ વિસ્તારમાં હજુ પણ ત્રણ ચાર બાળકોને તાવ આવતા હોય લોકો ચિંતામાં મુકાઇ ગયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો