Gujarat/ વિહીપ રામ મંદિર નિર્માણ માટે રાજ્યના 18000 ગામડાઓ ખુંદી વળશે, 15મીથી ભંડોળ એકત્રીકરણ અભિયાન

અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો રાજ્યના 18,000 ગામડાંમાં ફરશે. વિહીપ દ્રારા 15 જાન્યુઆરીથી આ અભિયાન હાથ ધરાશે

Top Stories
rajya

અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો રાજ્યના 18,000 ગામડાંમાં ફરશે. વિહીપ દ્રારા 15 જાન્યુઆરીથી આ અભિયાન હાથ ધરાશે અને ભંડોળ એકત્રિકરણ કરશે તેમ આ બાબત સાથે સંકળાયેલા એક વરિ કાર્યકરે જણાવ્યું હતું. વીહીપના સંયુકત મહા સચિવ સુદર્શન જૈને શુક્રવારે જણાવ્યું કે, દેશમાં રામ મંદિર નિર્માણ માટે ફાળો ઉઘરાવવામાં આવશે.

Ram Mandir Ayodhya: Construction Of Ram Temple In Ayodhya Begins

Success / કોમ્યુનિકેશન ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ, સીએમએસ -1 નું સફ…

અંદાજે 40 લાખ સ્વયંસેવકો દેશના 5.23 લાખ ગામમાં વસતા 65 કરોડથી વધુ હિન્દુઓ પાસે જઈ ભંડોળ એકત્ર કરવાની કામગીરી કરશે. ગુજરાતમાં 18,000 કરતા વધારે ગામો આવેલા છે અને અમે દરેક ગામમાં જઈશું. અમારા સ્વયંસેવકો દરેક હિન્દુને મળીને રામ મંદિર નિર્માણ માટે ફાળો આપવા જણાવશે. જૈને વધુમાં જણાવ્યું કે રામ મંદિર નિર્માણ માટે દરેક વર્ગમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Upcoming Ram Temple In Ayodhya To Replicate Original One's Grandeur With  212 Pillars, 128 Ft Height And 5 Entrances

Surat / પત્નીની હત્યા સબબ સજા કાપતો ફરાર કેદી ઝડપાયો……

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે જૈન સમાજે ૨૫ કિલોગ્રામની ચાંદીની ઈંટ પણ ભેટમાં આપી છે. અમે ફકત સરકાર કે પસંદગીના વેપારીઓ પાસેથી ભંડોળ એકત્ર કરવાનું નથી વિચારી રહ્યા. રામ મંદિર નિર્માણ રાષ્ટ્ર્રના દરેક લોકોના સહયોગથી થશે. વીએચપીના એક વરિષ્ટ હોદ્દેદારે જણાવ્યા મુજબ ગુજરાતમાં ભંડોળ એકત્ર કરવા માટે સુરતના અગ્રણી હીરા ઉધોગકાર અને શ્રીરામકૃષ્ણ એકસપોર્ટ સ્થાપક ચેરમેન ગોવિંદ ધોળકીયાને વીએચપીની કમિટીના ચેરમેન નિયુકત કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ વર્ષે ઓગસ્ટમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ખાતમુહર્ત કયુ હતું.

Ram Mandir in Ayodhya: How events unfolded over the years | India News -  Times of India

India / ઉત્તરપ્રદેશ બાદ મધ્યપ્રદેશ કેબિનેટે આપી લવ જેહાદ બિલને મંજૂર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…