Not Set/ સુરત/ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિકૃતિ બનાવી માત્ર …..

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા સુરતમાં બનાવવામાં આવી છે. 3ડી ટેકનિકથી બનાવવામાં આવેલી આ 13 એમએમની પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ગિનિસ બૂક ઓફ રેકોર્ડમાં મોકલવાની તૈયાર કરવામાં આવી રહી છે. રેસિન મટીરીયલથી પ્રતિમા બનાવવમ આવી છે. સુરતની થ્રીડી એનિમેશન બનાવતી કંપનીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની […]

Gujarat Surat
HC 3 સુરત/ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિકૃતિ બનાવી માત્ર .....

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા સુરતમાં બનાવવામાં આવી છે. 3ડી ટેકનિકથી બનાવવામાં આવેલી આ 13 એમએમની પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ગિનિસ બૂક ઓફ રેકોર્ડમાં મોકલવાની તૈયાર કરવામાં આવી રહી છે. રેસિન મટીરીયલથી પ્રતિમા બનાવવમ આવી છે.

સુરતની થ્રીડી એનિમેશન બનાવતી કંપનીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બનાવવી છે. 3ડી ટેકનિકથી કામ કરીને આ પ્રતિમા રેસિન મટીરીયલથી બનાવવામાં આવી છે. 13 એમએમની વિશ્વની સૌથી નાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. જેનું વજન એક ગ્રામ જેટલું પણ નથી. આ નાની પ્રતિમા માત્ર 30 મિનિટમાં બનાવવામાં તૈયાર કરવામાં આવી છે.

અલ્ટ્રાવાયોલેટ લેસરની મદદથી તેની ઉપર ઝીણવટ પૂર્વક ધ્યાન મૂકવામાં આવ્યું હતું. થ્રીડી ક્લચર માટે લેયર  બાય લેયર આ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રતિમા એટલી નાની છે કે સામાન્ય આંખોથી જોવામાં પણ મુશ્કેલી થાય છે. જોકે, 3ડી ઈફેક્ટ હોવાના કારણે આબેહૂબ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન