Not Set/ ભૂમાફિયા જયેશ પટેલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. : આશિષ ભાટિયા

  ગુજરાતના નવ નયુક્ત ડી.જી.પી.એ ચાર્જ સંભાળ્યા બાદ આજે તેઓ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે ડી.જી.પી. આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ કરી રાજ્યમાં શાંતિ અને સલામતીની ખાતરી આપતા જણાવ્યું હતું કે પેટાચૂંટણી દરમિયાન તમામ નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે. આ સાથે તેઓ એ જણાવ્યું હતું કે રાજકોટ-જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સામે પણ કડક કાર્યવાહી […]

Rajkot Gujarat
f70c724bcd5553c1571b9d742215af7f ભૂમાફિયા જયેશ પટેલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. : આશિષ ભાટિયા
 

ગુજરાતના નવ નયુક્ત ડી.જી.પી.એ ચાર્જ સંભાળ્યા બાદ આજે તેઓ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે ડી.જી.પી. આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ કરી રાજ્યમાં શાંતિ અને સલામતીની ખાતરી આપતા જણાવ્યું હતું કે પેટાચૂંટણી દરમિયાન તમામ નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે. આ સાથે તેઓ એ જણાવ્યું હતું કે રાજકોટ-જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જે માટે સ્થાનિક સ્તરે કલેક્ટરને કામગીરી સોંપવામાં આવી છે. આ સાથે આશિષ ભાટિયાએ જણાવ્યું કે પોલીસ ઉપર જે કામ નું ભારણ છે તેને હળવો કરવા સરકાર ને નવી ભરતી કરવા નોંધ મુકવામાં આવી છે જે ચૂંટણી બાદ નવી ભરતી ની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવશે.

ગુજરાતમાં ખંડણી, ચોરી, લૂંટ, પારકી જમીનો પચાવી પાડવી, ગેરકાયદેસર હથીયારો રાખવા, માદક પદાર્થોની હેરાફેરી સહિતના ગુનાઓના ગ્રાફને ઉંચો જતો અટકાવવા કાયદામાં પણ મહત્વના ફેરફારો કરાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં રાખવા અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માટે કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત રાજકોટમાં છેલ્લા 8 દિવસમાં 12 આરોપીને પાસા હેઠળ ધકેલવામાં આવ્યાં છે. રાજકોટ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી જરૂરી ફેરફાર કરવાની ખાતરી પણ તેઓએ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.