Not Set/ ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ચુંટણીલક્ષી મારામારીના કેસમાં નિર્દોષ ઠેરવતી નીચલી અદાલત

૨૦૧૨ની વિધાનસભાની ચુંટણી હોય જે આ કામના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ભાજપ પક્ષ ઉમેદવારી નોંધાવેલ હોય અને સામાપક્ષે જીપીપીના ઉમેદવાર ગોરધનભાઈ ઝડફીયાનાઓ ચુંટણી

Top Stories Gujarat
gondal court 1 ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ચુંટણીલક્ષી મારામારીના કેસમાં નિર્દોષ ઠેરવતી નીચલી અદાલત

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@મંતવ્ય ન્યૂઝ

૨૦૧૨ની વિધાનસભાની ચુંટણી હોય જે આ કામના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ભાજપ પક્ષ ઉમેદવારી નોંધાવેલ હોય અને સામાપક્ષે જીપીપીના ઉમેદવાર ગોરધનભાઈ ઝડફીયાનાઓ ચુંટણી લડતા હતા. વિધાનસભા ચુંટણી મતદાન પુર્ણ થયે ગોંડલ તાલુકાના નાગડકા ગામે પટેલો અને રજપુતો વચ્ચે મારામારીનો બનાવ બનેલ હતો.

જે સબબ માજી ધારાસભ્ય જયરાજસિંહને જાણ થતા તેઓ નાગડકા ગામે ગયેલા હતા જયા રાજેશ લાલજી સખીયા, અશોક લાલજી સખીયા, ભવાન લીંબા સાવલીયા, મેહુલ ભવાન સાવલીયા, વિજય લક્ષ્મણ સાવલીયા તથા સંજય લક્ષ્મણ સાવલીયા વિગેરે ૧૫ થી ૨૦ જણા ગંભીર પ્રકારના હથીયારો ધારણ કરી ફરીયાદી ઘેલાભાઈ ટપુભાઈ ડાભી(રજપુત)ના ઘરે જઈ પોલીંગ એજન્ટ રાખવા સબંધે માર મારી ગંભીર પ્રકારની પગના ફેકચરની ઈજા પહોંચાડેલ હતી.

તેમજ અન્ય દરબાર શખ્સ મયુરસિંહ ઝાલા કે જેઓ ટ્રાવેલ્સના ધંધાર્થી ધર્મેન્દ્રસિંહ જાડેજાના મિત્ર હોય ઘેલાભાઈને મદદરૂપ થવા સમાધાન કરાવવા નાગડકા ગામે ગયેલ હતા જયા આરોપીઓએ મયુરસિંહ ઝાલાને ગાલ ઉપર ધારીયા જેવા હથીયા૨થી ઈજા પહોંચાડેલ હતી. જે સબંધેનો ગુનો ઘેલાભાઈ ડાભી ઘ્વારા ગોંડલ લુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામા આવેલ હતો.

એજ પ્રકારે સામાપક્ષે આર.ટી.આઈ.એકટીવીસ્ટ રાજેશ લાલજી સખીયાનાઓના ધર્મ પત્ની તૃષાબેન સખીયા ઘ્વારા પણ ઘેલાભાઈ રજપુત તથા માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ અન્ય આશરે—૫૦ માણસોના ટોળા સામે મારામારીની વળતી ફરીયાદ કરેલ હતી. જે બંને ગુનાના કામે આરોપીઓની ધરપકડ થયેલી અને ગુનાનુ ચાર્જશીટ નામદાર નીચેની અદાલત ગોંડલ ખાતે દાખલ કરવામા આવેલ હતુ.

બાદમા સદર કેસમા બંને પક્ષે રાજકીય વ્યકિતઓ હોય નામદાર જ્યુડી.મેજી. ફ.ક.શ્રીમતી પ્રિયા દુવા સાહેબના સમક્ષ કેઈસ ચાલી જતા માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના એડવોકેટ નરેન્દ્રસિંહ જે.ઝાલા ઘ્વારા પોતાની ધારદાર દલીલો અને લેખીતમા જરૂરી પુરાવાઓ રજુ કરી અદાલતને માજી ધારાસભ્ય જયરાજસિંહની બનાવ સ્થળની હાજરી શંકાશીલ હોય તથા તેમના ઘ્વારા કોઈને પણ કોઈ જ પ્રકારની ઈજા પહોંચાડવામા આવેલ ન હતી.

માત્ર રાજકીય રાગદ્વેષથી હાલનો ગુનો તેઓની સામે દાખલ કરવામા આવેલ હોય તેવુ સ્પષ્ટ પણે ફલીત થતુ હોય જે ધ્યાને લઈ અંદાજીત આશરે—૯ વર્ષ જેટલી લાંબી લડતના અંતે તા.૧૬/૭/૨૦૨૧ ના રોજ નામદાર નીચેની અદાલત ઘ્વા૨ા માજી ધારાસભ્ય સહીત તમામ સાત આરોપીઓને શંકાનો લાભ આપી ઈ.પી.કો.કલમ-૩૨૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૪૪૮, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટની કલમ-૧૩૫ મુજબના ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

અત્રે જોવાનુ એ છે કે, સદર કેસ માજી ધારાસભ્યની સામેનો હોય અને નામદાર સુપ્રીમ કોર્ટના હુકમથી લોકપ્રતિનિત્વ ધારાની જોગવાઈઓ લાગુ પડતી હોય જેથી સ્પે.પી.પી.ની નિમણુંક સરકાર પક્ષે કરવામા આવેલી હતી અને કેસ ડે ટુ ડે ના બેઈજ ઉપર ચલાવવામાં આવેલ હતો.

majboor str 4 ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ચુંટણીલક્ષી મારામારીના કેસમાં નિર્દોષ ઠેરવતી નીચલી અદાલત